ઋષભ પંતનું બેટ ફરી એકવાર ગેલ ટેસ્ટમાં ગર્જના કરતું રહ્યું, જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં ૬૬ રનની ધમાકેદાર ઇનિંગ સાથે, પંતે કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેન બન્યો. પંતે ૬૯ બોલમાં ૬૬ રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન, તેણે પોતાની આક્રમક બેટિંગથી શ્રીલંકાના બોલરો પર દબાણ જાળવી રાખ્યું. પંતે પહેલી ઇનિંગમાં પણ ૬૨ બોલમાં ૩૯ રન બનાવ્યા હતા. તેણે ગેલ ટેસ્ટમાં કુલ ૧૦૫ રન બનાવ્યા હતા. પંતના હવે ઉ્‌ઝ્ર માં ૪૧ મેચોમાં ૭૩ ઇનિંગમાં ૨,૮૮૫ રન છે. તેણે શુભમન ગિલને પાછળ છોડી દીધો, જેમણે ૪૧ ઉ્‌ઝ્ર ટેસ્ટમાં ૨,૮૬૭ રન બનાવ્યા છે. એ જાવું રસપ્રદ રહેશે કે પંત અને ગિલમાંથી કોણ ડબ્લ્યુટીસી ઇતિહાસમાં ૩,૦૦૦ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત કરશે.
પંત અને ગિલ પછી, રોહિત શર્મા ડબ્લ્યુટીસીમાં ભારતના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ૨,૭૧૬ રન સાથે ત્રીજા ક્રમે છે, રવિન્દ્ર જાડેજા ૨,૬૩૨ રન સાથે ચોથા ક્રમે છે અને વિરાટ કોહલી ૨,૬૧૭ રન સાથે પાંચમા ક્રમે છે. યશસ્વી જયસ્વાલ ૨,૫૪૩ રન સાથે આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. જાકે, ડબ્લ્યુટીસીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જા રૂટના નામે છે. રૂટે ૭૭ મેચોમાં ૬,૬૫૧ રન બનાવ્યા છે. ૧૯ ઓગસ્ટથી શરૂ થતી પાકિસ્તાન સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં, તેમની પાસે ઉ્‌ઝ્ર ઇતિહાસમાં ૭,૦૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બનવાની તક છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ૪,૬૭૯ રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.ગેલે ટેસ્ટની બીજી ઇનિંગમાં પોતાની શાનદાર અડધી સદી દરમિયાન, તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા ફટકારવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો. તે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો એકમાત્ર ચોથો બેટ્‌સમેન છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ છગ્ગા મારવાની સિદ્ધિ પણ હાંસલ કરી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા બેટ્‌સમેન
૧૩૮ – બેન સ્ટોક્સ
૧૦૭ – બ્રેન્ડન મેક્કુલમ
૧૦૦ – ઋષભ પંત
૧૦૦ – એડમ ગિલક્રિસ્ટ