અમરેલી જિલ્લા પંચાયત ખાતે જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રકાશભાઈ પાનસુરીયાની નિમણૂક થતાં ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, ઉપપ્રમુખ મહાવીરબાપુ તેમજ વિવિધ સમિતિના ચેરમેન અને અન્ય કાર્યકર્તાઓએ મુલાકાત લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત જાહેર બાંધકામ સમિતિના ચેરમેને તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રકાશભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની જવાબદારી મળવી એ મારા માટે ગૌરવની વાત છે અને સૌના સહયોગથી જિલ્લામાં જાહેર બાંધકામ ક્ષેત્રે વધુ સારા કામો થાય તે માટે પ્રયત્નશીલ રહીશ.