કહેવાય છે, કે ભારતએ ખેતી પ્રધાન દેશ છે અને ગામડાઓના સમુહનો બનેલો દેશ છે. આઝાદી કાળના પાંચ દાયકાઓ સુધી આ વાત સાચી હતી. વર્તમાન સમયમાં ખેતી અને ગામડાઓમાંથી રોજગારી અને ઉંચા જીવન ધોરણના હિસાબે સતત હીજરતના હિસાબે આજે ગામડાઓની રોશનીને ઝાંખપ લાગી છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગ્રામીણ ક્ષેત્રના ઉદ્યોગો અને સુખ-સુવિધાઓમાં વધારો થાય તો જ ગામડાઓ ટકી શકશે. બાકી શહેરો અને મહાનગરોના વિકાસ પાછળ થતા ખર્ચાઓ અને શહેરોને જ કેન્દ્રીત કરવામાં આવશે તો ગામડાઓ ટકી નહિ શકે. રોજગારીના અનેક ક્ષેત્રો ગામડાઓમાં છે. આજે બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ, રોડ-રસ્તાની કનેક્ટીવીટી સારી છે. એટલે કોઈપણ વ્યક્તિ શહેરમાં ધંધો કરવાના બદલે ગામડે ધંધો અને પછી રહેઠાણ શહેર તરફ હોય તો પણ ગામડાઓ ટકી જાય તેમ છે. ભુતકાળમાં ખેડુતોના સંતાનો શહેરમાં ધંધા-વ્યવસાય કે હીરા ઘસવા માટે જતા ત્યારે બચત કરીને રકમ ગામડે મોકલતા હતા, જ્યારે આજે ખેતીમાંથી જે આવક થાય તે આવક મોટાભાગની શહેરોમાં જતી રહી છે. આથી ગામડાઓમાં રોકાણ અને નાણાં દેખાતા નથી એ વાસ્તવિકતા છે.
આ બધી સ્થિતી વચ્ચે પણ કાળા માથાનો માનવી ભણી-ગણીને પોતાના ગામને કે વતનને પ્રેમ કરે છે. જેના કારણે આજે વતન પ્રેમી યુવાનો ગામડાઓમાં છે. આજે વાત કરવી છે. અમરેલી જિલ્લાના ત્રણ એવા યુવાનોની કે જે ધારે તો અમદાવાદ,સુરત, મુંબઈ કે મોટા ક્ષેત્રે સીટીમાં ધંધો શરૂ કરી શકે પરંતુ ત્રણેય મિત્રોએ નક્કી કર્યુ કે ધંધો કરવા તો ગામડે જ કરવો અને જિલ્લાની જનતાએ પ્રેમ આપ્યો છે. તો આપણે બીજાને રોજગારી આપીએ.
અમરેલીના યુવાનો ધવલભાઈ ગોલ, અલ્પેશભાઈ જાવીયા અને પિયુષભાઈ હિરપરાએ લાઠી તાલુકાના કેરાળા ગામ પાસે વેદસ્ટીકા નામની બ્રાન્ડથી કંપનીની શરૂઆત કરી. આ કંપનીએ આયુર્વેદીક પધ્ધતિ અને શાસ્ત્રોકનો અભ્યાસ કરીને વિવિધ પ્રોડકટ બનવવાની શરૂઆત કરી. અગરબત્તીની પ૦થી ૬૦ જેટલી અલગ-અલગ સુંગધની ફલેવરમાં અગરબત્તી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ખાસ વિશેષતાઓ એ છે કે હેન્ડમેડ અગરબત્તી બનાવવામાં આવે છે. જેની સુંગધ આજે જિલ્લાના સીમાડાઓ બહાર દેશના તમામ રાજયો અને વિદેશ સુધી પહોચી છે. આ ઉપરાંત ધ્રુપ સ્ટીકની વિવિધ સુંગધ અને ફલેવર, હવન કપ અને હવન સામગ્રી, પૂજા ડીસ અને પૂજાની સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવે છે.
મોટી-મોટી બ્રાન્ડ અને પેકેઝીંગને પાછળ રાખી દે તેવી બ્રાન્ડ આજે કાઠીયાવાડની ધરતી ઉપર વેદસ્ટીકા બની ગઈ છે.
અલ્પેશભાઈ વિગત આપતા કહે છે કે, વતનનુ રૂણ ચુકવવુ છે. મહાનગરનો શોખ નથી. જે ધરતી અને ગામડે રમીને મોટા થયા છીએ એ જ વિસ્તારમાં કંઈક કરવુ એવા ધ્યેય સાથે ત્રણેય મિત્રોએ આ વ્યવસાયની શરૂઆત કરી આજે આજુ બાજુના ગામોનો ૧પ૦થી વધારે મહિલાઓ દીકરીઓને રોજગારી આપવામાં આવે છે. આજુબાજુના ગામોમાં કંપનીના વાહનમાં આવવા જવાની વિના મુલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. અલ્પેશભાઈ કહે છે કે, ગામડે વ્યવસાય કરવામાં કોઈ તકલીફ નથી ટ્રાન્સપોર્ટની સારી સુવીધા મળી રહે છે. બેન્ડીગ વ્યવસાયો હવે ઓનલાઈન છે. બધા વચ્ચે એક એવી વાત કરી કે આ દિકરીઓ અહી વ્યવસાયમાં જાતે જાડાઈને બચત કરીને પોતાનો લગ્ન ખર્ચ ઉપાડી લે છે. બસ એક ભાઈ તરીકે મને આ બાબતનો ગર્વ છે. આજે વેદસ્ટીકા દેશમાં તો પોતાની સુંગધ પથરાવી રહ્યુ છે પણ અમેરીકા, ઓસ્ટ્રેલીયા, કીવી, આયરલેન્ડ, દુબઈ, ઓમાન જેવા દેશોમાં અમરેલીમાંથી નિકાસ થાય છે. જે આનંદની વાત છે. ત્યારે ખેડૂતોના સંતાનો એ ખેતીને આધુનીક વ્યવસાય તરીકે જાડીને નવા નવા વ્યવસાયો શોધીને ગામડે ધંધા શરૂ કરવા જાઈએ આ માટે સરકાર લોન, સબસીડી પણ આપે છે.
પુરતી માહિતી સાથે ચાલુ કરવુ જાઈએ. તેમ અલ્પેશભાઈ એ જણાવ્યુ છે. અલ્પેશભાઈનો સંપર્ક નં.૯૯૭૯૮૯૧૯રર છે.

: તિખારો:
ખરાબ સમય પરીશ્રમ અને નિષ્ઠાથી પ્રયત્ન કરવાથી જતો રહે છે, પરંતુ માણસે મારેલા ડંખ કયારેય દુર થઈ શકતા નથી. સાપના ઝેર કરતા પણ માણસનો ડંખ અને વિશ્વાસઘાત ખરાબ હોય છે.