ગુજરાત રાજ્યના ગામડાઓ આજે ખાલી થઈ રહ્યા છે. ખેતી દેશનો સૌથી મોટો વ્યવસાય હોવા છતા અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરતા ગામડાઓ ખાલી થવા પાછળ તંત્રની ઉદાસીનતા અને સામાજીક સમસ્યાઓ જવાબદાર છે. શહેરો જેવી સવલતોની અપેક્ષાએ વલખા મારતી જનતાને ટકાઉ અને સારી સુવિધા આપવાનો અભાવ કાયમી જાવા મળ્યો છે. આમ છતા ગુજરાતના ગામડાઓને ૨૪ કલાક વિજળી, આરોગ્ય માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને સડકથી જાડવાના સરકારશ્રીના અભિયાનથી ફાયદો પણ થયો છે. આજે ચિલા-ચાલુ ખેતીથી ઉપર ઉઠીને આધુનિક ખેતિનો સમય શરૂ થયો છે. વૈજ્ઞાનિક અભિગમ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. ખેત ઉત્પાદનની સિઝન એક સાથે હોય છે. એટલે મબલક ઉત્પાદન આવે છે. માંગ કરતા પુરવઠો વધતા ભાવો ઘટવાની ખેડુતો ફરીયાદ કરતા હોય છે. અને એ ખેડૂતોની વાત સાચી પણ છે. વાસ્તવમાં ખેડુતો પોતાના ખેત જણસનું પેકિંગ અને મુલ્યવર્ધન કરતા થાય અથવા સંગ્રહ કરતા થાય તો સારા ભાવો મળી શકે આ માટે અનેક ખેડૂતો આગળ આવીને સરકારશ્રીની યોજનાનો લાભ મેળવીને ગ્રેડીગ-શોટીંગ યુનિટો અને ગોડાઉન બનાવી રહ્યા છે. જે સારી બાબત ગણી શકાય.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુગવડ ગામના યુવા ખેડુત ચંદુભાઈ હરજીભાઈ પાનસુરીયા જેની ઉંમર ૪૬ વર્ષ છે અને અભ્યાસ ૮ ધોરણ છે. ભણતર કરતા ગણતર ખુબ મોટુ છે. ૨૦ વિઘા જેટલી જમીન છે.
ચંદુભાઈ પોતાની જમીનમાં સિઝન પ્રમાણે તમામ ચીજ વસ્તુઓ અને ખેત જણસનું વાવેતર કરે ઉત્પાદન મણ મોઢે આવે આ ઉત્પાદન ગામમાં વેપારી આવે તો તેને વેચાણ કરે અથવા નજીકના માર્કેટીંગ યાર્ડમાં વેચાણ કરવા માટે લઈ જાય આમ છતા આર્થિક લાભ થયાનો સંતોષ આ ખેડુતને કયારેય ન થાય. વિચારે કે યાર્ડમાં ટ્રેકટર ભરીને ખેત જણસનું વેચાણ કરૂ ભાવ વેપારી નક્કી કરે અને પડતર પણ સુજે નહિ એવી કમાણી આવુ કેમ ? પ્રગતિશીલ ખેડુતોની મુલાકાતો અને અનુભવના આધાર ઉપર નક્કી કર્યુ કે જે વાવતેર ખેતરમાં કરવુ તેનુ ગ્રેડિંગ-શોટીંગ કરીને વેચાણ કરવુ ઉત્પાદન આપણુ, ગ્રેડીગ આપણુ, પેકિંગ આપણુ અને ભાવ પણ આપણો જ આ વિચાર સાથે છેલ્લા ચાર પાંચ વર્ષથી પોતાના ખેત ઉત્પાદનના સારા ભાવો મેળવી રહ્યા છે. ગત વર્ષે ર૭૬૦ કિલો જીરૂનું પેકિંગ કરીને વેચાણ કરેલ હતુ. જયારે ૩૦૦ મણ જેટલા ઘઉંનું વેચાણ કરેલ, મગફળીમાંથી તેલ કાઢીને તેલના ડબ્બાનું વેચાણ કરેલ હતુ. હમણા જ અષાઢી બિજના દિવસે બેસ્ટ ગ્રેડીગ, શોટીંગ મશીન વસાવીને જીરૂ, તલ, બાજરી, મગ, અડદ, જુવાર, કલોજી જેવા પાકો ગ્રેડીગ અને સફાઈની કામગીરી કરીને વધારાની આવક મેળવશે. ખરા અર્થમાં ચંદુભાઈને અભિનંદન આપવા ઘટે ચંદુભાઈનો સંપર્ક નં.૯૪ર૭૭ ૩૮પપ૪ છે.













































