ભારત અને શ્રીલંકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગાલે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંતે, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં હતી. દેવદત્ત પડિકલની અણનમ સદીના કારણે ભારતીય ટીમે પહેલા દિવસે ૭૩ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૨૮૮ રન બનાવ્યા હતા. સાઈ સુદર્શનને અનફિટનેસને કારણે શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા બાદ નંબર ૩ પર બેટિંગ કરનારા પડિકલે તકનો લાભ ઉઠાવ્યો અને પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. પહેલા દિવસની રમતના અંતે પડિકલ ૧૩૧ રન બનાવીને અણનમ રહ્યા. આ સદી સાથે પડિકલે સૌરવ ગાંગુલીના રેકોર્ડની પણ બરાબરી કરી.
દેવદત્ત પડિકલ ગેલ ટેસ્ટ પહેલા બે મેચ રમ્યા હતા, જેમાં તેમણે ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી. આ વખતે પડિકલે નંબર ૩ પર તકનો પૂરો લાભ લીધો અને શાનદાર સદી ફટકારી. દેવદત્ત પડિકલ હવે ૨૧મી સદીમાં સૌરવ ગાંગુલી પછી બીજા ડાબા હાથના ભારતીય બેટ્સમેન છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં નંબર ૩ પર બેટિંગ કરતી વખતે સદી ફટકારી છે. ગાંગુલીએ ૨૦૦૨માં દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટમાં નંબર ૩ પર બેટિંગ કરતી વખતે ૧૩૬ રન બનાવ્યા હતા. પડિકલ ૧૯ ટેસ્ટ મેચ પછી નંબર ૩ પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે, જેમાં પહેલી સદી શુભમન ગિલની સપ્ટેમ્બર ૨૦૨૪માં બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં સદી હતી.
ગેલે ટેસ્ટમાં, ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલના રૂપમાં ૪૭ રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી, જે ૩૨ રન બનાવીને રન આઉટ થયો હતો. ત્રીજા નંબર પર બેટિંગ કરતા પડિકલે શરૂઆતથી જ આક્રમક વલણ જાળવી રાખ્યું હતું, જેનાથી શ્રીલંકાના Âસ્પનરો તેના પર પ્રભુત્વ જમાવતા રોકાયા હતા. પડિકલે કેએલ રાહુલ સાથે મળીને બીજી વિકેટ માટે ૧૫૦ રનની શાનદાર ભાગીદારી કરી હતી. પહેલા દિવસની રમતના બીજા સત્ર પછી રાહુલ ૭૭ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. દિવસની રમતના અંતે, પડિકલ ૧૩૧ રન બનાવીને અણનમ રહ્યા, જ્યારે ઋષભ પંત ૨૭ રન બનાવીને રમી રહ્યા હતા.













































