ગુજરાત એ કૃષિ પ્રધાન રાજ્ય છે. આજના આ ડીજીટલ યુગમાં ખેડૂતોને કૃષિની અદ્યતન માહિતી મળી રહે તે માટે મોબાઈલનો ઉપયોગી એપ્સની ખુબ જરૂરિયાત છે. ખેડૂતોને કૃષિની અદ્યતન માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા સમયાંતરે વિવિધ
પ્રવૃત્તિઓ જેવી કે ટચ સ્કિન કિઓસ્ક, કૃષિ ક્લિનિક્સ ખાનગી કિઓસ્ક, માસ મીડિયા, સામાન્ય સેવા કેન્દ્રો, કિસાન કોલ કેન્દ્રો, સ્માર્ટ ફોન યોજનાના વગેરે કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓ સેવાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ છે. જો કે, મોબાલ ટેલિફોની એ કૃષિ વિસ્તરણ માટે સૌથી અસરકારક અને સર્વવ્યાપી સાધન છે. મોબાઇલ એપ વિશેની એક શ્રેષ્ઠ બાબત એ છે કે તમે દિવસના કોઈપણ સમયે તમારી અનુકૂળતા મુજબ
આભાર – નિહારીકા રવિયા તેનો ઉપયોગ કરી શકો છો.
એપ્સની મદદથી સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના ખેતરની જમીનના આધારે કઈ ખેતી પધ્ધતિ અપનાવવી, કયા પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો અથવા જંતુનાશક દવાઓનો ઉપયોગ ક્યારે કરવો તે જણાવવાનો છે. આ સિવાય ખરાબ હવામાનમાં શું તૈયારી કરવી. આ તમામ માહિતી આપણા બાગાયતકારોને સફરજનની ઉપજ વધારવામાં મદદ કરશે, સાથે સાથે સૌથી મહત્વની રીતે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરશે.
એગ્રી મીડિયા એપ્સ: આ વિડીયો અપ્સમાં ખેડૂતોને કોઈ પણ જરૂરિયાત મુજબ કોઈપણ પાકની માહિતી વિડીયો સ્વરૂપે મેળવી શકાય છે એના સાથે ખેતી માં આવતી મુસ્કેલીયો, વાતાવરણ વગેરે માહિતી ઉપલબ્ધ છે .
કિશાન સુવિધા એપ્સઃ આ એપ્સને કેન્દ્ર સરકાર દ્રવ સંચાલિત કરવામાં આવે છે આમાં સ્થાનિક હવામાન અને આગામી સપ્તાહની આગાહીઓ, નજીકના ગામડાઓમાં પાક અને કૃષિ પેદાશોના બજાર ભાવ, ખાતર, બિયારણ, મશીનની સમજ અને વધુની વિગતો આપે છે. ઘણી ભાષાઓમાં અપ્સને વ્યાપક ઓડખ ના કારણે તેને સૂચિમાં પમ્પ કરે છે.
ઇફકો કિસાન એગ્રી એપ્સઃઆ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ખેડૂતો માત્ર સારી આવક જ નહીં મેળવી શકશે, પરંતુ ઈકો ફ્રેન્ડલી ખેતી કરીને જમીનને સ્વસ્થ પણ બનાવી શકશે.ખેડૂતો આધુનિક ખેતી શીખી શકે અને તેનો લાભ લઈ શકે તે માટે મોબાઈલને સેટેલાઇટ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે પણ જોડવામાં આવ્યું છે.આ મોબાઈલ એપ સાથે કનેક્ટ કરીને ખેડૂતો તેમની સમસ્યાઓ કૃષિ વૈજ્ઞાનિકો સાથે શેર કરી શકે છે અને તેનું નિરાકરણ લાવી શકે છે.તેના દ્વારા ખેડૂતોને વિવિધ પાકોના બજાર ભાવની અને હવામાન આધારિત ખેતી સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવે છે.આ માહિતીમાં કૃષિ પર આબોહવાની અસર, સ્માર્ટ એગ્રીકલ્ચર વર્ક, પોષણ વ્યવસ્થાપન, યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ અને યાંત્રીકરણ તેમજ નવી કૃષિ પદ્ધતિઓ વિશેની માહિતી પણ ઉપલબ્ધ છે. (ક્રમશઃ)