અત્યાર સુધીમાં ગુજરાતના અમુક વિસ્તારમાં મધ્યમ,અમુકમાં બહુ ભારે જ્યારે અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો નથી.આ સ્થિતિને ધ્યાને રાખી વાવેતર કરવું.
મગ ઃ • ગુજરાત મગ ૧૦ (ય્સ્ ૧૦ઃ સોરઠ મોતી) ગુજરાત રાજ્યના ખેડૂતોને ખરીફ ઋતુમાં મગ ઉગાડતા ગુજરાત મગ ૧૦ (ય્સ્ ૧૦ઃ સોરઠ મોતી) વહેલા (૬૫ દિવસ) પાકતી જાતનો વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. આ જાતના બીજ મધ્યમ કદના અને લીલા રંગના હોય છે. આ જાત સ્રૂસ્ફ, પાન કર્લ, એન્થ્રેકનોઝ અને પાવડરી માઇલ્ડ્યુ રોગો સામે પ્રતિરોધક છે.
મગફળી ઃ • સુકારો આવ્યો હોય તો ટ્રાઇકોડરમાંનું દ્રેન્સિંગ કરવું.
• પાનનાં ટપકાં અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧૦ મિ.લિ./૧૦લી. પાણીમાં નાખી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરો.
• સેન્દ્રીય ખેતી માટે ૫૦% નાઈટ્રોજન છાણીયા ખાતરમાંથી તેમજ બાકીનો જૈવિક ખાતરો અને ફોસ્ફરસ માટે રોક ફોસ્ફેટ ૧૦૦ કિલો/હે. આપવું.
• મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પાણી સાથે આપવું. પિયત ન થઇ શકે તો પંપ દ્રારા નોઝલ કાઢી કલોરપાયરીફોસ (૧૦ લીટર પાણીમાં ૨૫ મિલી) પ્રવાહી મગફળીનાં મૂળ પાસે ડ્રેન્ચીંગ કરવું. અથવા ૪ લીટર દવા પ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્યારબાદ સુકવી અને રેતી એક હેકટર વિસ્તારમાં થડ પાસે મુકવી.
કપાસ: • મૂળખાઈ મૂળનો સડો/ના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા કોપર એક્સીકલોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતાં છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.
• સફેદ માખીની મોજણીમાં પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેકટરે ૫ લગાવવી. ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ફેરોમેન ટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવી.
શેરડી:
• શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકાં કદનાં પાળા ચઢાવવા અને પાંચમાં મહિને ભારે કદનાં પાળા ચઢાવવા. છેવટનાં પાળા ચઢાવતા પહેલા રાસાયણિક ખાતરનો જથ્થો પુરો કરવો.
• ચાબુક અંગારીયો લક્ષણો આ રોગમાં શેરડીની મોટા ભાગની જાતોમાં સાંઠાની ટોંચથી ચાબુક જેવો ઉગારો જોવા મળે છે. જેની ફરતે પાતળા કાગળ જેવું ચમકતુ આવરણ આવેલું હોય છે અને તેમાં ફુગના બીજ રહેલા હોય છે. રોગીષ્ટ
છોડનો સાંઠો પાતળો તથા કાતળીયો નાની રહે છે.
બંટી: ચોમાસા ઋતુમાં બંટીની જાત જી.બી.-૨ (શબરી)ની વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે. બંટીની જાત જી.બી.-૨ (શબરી)માં દાણાનું સરેરાશ ઉત્પાદન ૧૯૫૭ કિ.ગ્રા./હેક્ટર આવે છે, આ જાતમાં પ્રોટીન (૮.૪૫ ગ્રામ/૧૦૦ ગ્રામ), લોહતત્વ (૮.૨૬ મી.ગ્રા./૧૦૦ ગ્રામ), ઝીંક (૨.૮૯ મી.ગ્રા./૧૦૦ ગ્રામ) અને કેલ્શિયમ (૨૨.૩ મી.ગ્રા./૧૦૦ ગ્રામ)નું નોંધાયેલ છે. આ જાત આકર્ષક મોટા ભરાવદાર દાણાવાળી, એકસરખી પરીપકવતા ધરાવતી, દાણા ખરી જવા તેમજ ઢળી પડવા સામે પ્રતિકારકતા ધરાવતી હોવાથી વધુ ઉત્પાદન આપે છે. આ જાત પર્ણ અને ગાંઠના કરમોડીના રોગ તેમજ દાણા તથા કણસલાના આંજીયાના રોગ સામે મધ્યમ પ્રતિકારકતા અને સાંઠાની માખી સામે પ્રતિકારકતા ધરાવે છે.
બાગાયતઃજામફળ:
• જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.
સરગવોઃ •સરગવાની ખેતી ૬ મીટર × ૬ મીટરના અંતરે અથવા ખેતરના શેઢા ઉપર ૬ મીટરના અંતરે તેના રોપા કે કટકાકલમ રોપા કરી શકાય છે. વાવણી બાદ જે તે જાત પ્રમાણે ૬ માસ બાદ શીંગો ચાલુ થાય છે.
• વર્ષ ઝાડ દીઠ ૪૦ થી ૬૦ કિ.ગ્રા. શીગોનું ઉત્પાદન મળે છે
આમળા:• આમળાના ફળો ઉપર કાળા ડાધા પડવા માંડે છે તો બોરોન તત્વની ઉણપને લીધે ફળના માવામાં ભૂખરા કાળા ડાધ પડે છે. તેના નિયત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૩૦ ગ્રામ બોરેક્ષા પાઉડર ભેળવીને ફળ નાના હોય ત્યારે ૧પ દિવસના અંતરે છંટકાવ કરવો અથવા જુન માસમાં ખાતરની સાથે ઝાડ દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે બોરેક્ષા પાઉડર આપવો.
ઘરે નિંદામણનાશક દવા બનાવો
( યુનિવર્સીટીની ભલામણ નથી)
• ગાજરીયું ઘાંસ (કોંગ્રેસ) ઘાંસને સુકવી તેને બાળી રાખ કરી નાખવું , ખાડ અથવા ગાંગડા વાળી સાકર વધુ સારી તેને દૂધમાં નાખી ઓગાળી રાખમાં મિક્સ કરો તેને બેરલમાં પાણી ભરી તેમાં નાખો તેમાંથી સીધા પંપ ભરી ગાજરીયા ઘાંસ ઉપર છંટકાવ કરો આરીતે જેપણ ખેતરમાં ઘાંસ હોય તેને બાળી તેમાં ખાડ અને દૂધ ઉમેરી છંટકાવ કરો
ચીકુ:• ચીકુની ૦.૫ સેમી. ઝાડાઈની સ્લાઈસને સોલાર ડ્રાયર દ્રારા સુકવણી સંગ્રહ કરવાથી ૬ માસ સુધી ગુણવતા જળવાઈ રહે છે.
પિયત: • જમીન પર સફેદ પારદર્શક પ્લાસ્ટિકનું આવરણ કરવાથી જમીનનું તાપમાન વધે છે અને જ્મીનમાં રહેલ જીવાણુઓ નાશ પામે છે અને જ્મીનજન્ય રોગો અટકે
છે. તેને સોઈલરાઝેશન કહે છે. • પ્લાસ્ટિકનો ખેતીવાડીમાં જમીનનું ધોવાણ અટકાવવા, ગ્રીનહાઉસ,મલ્ચીગ,પેકેજીંગ,ફુડ
ઇન્ડસ્ટ્રીઝ, ખેત ઓજારમાં, પિયત પદ્ધતિમાં, પ્રાણીઓનાં શેડ બનાવવા વગેરેમાં ઉપયોગ થાય છે.
રાસાયણિક દવાઓના સંગ્રહ સમયે લેવાની થતી કાળજી અને સલામતીના પગલા
• ૧. ઘરની અંદર દવાનો સંગ્રહ કરવો નહિ .
• ૨. જે પેકીંગમાં દવા ખરીદી હોઇ તેજ પેકિંગમાં ઓરીજનલ સીલ સાથે રાખવી .
• ૩. બીજા પેકીંગમાં દવાની ફેરવણી કરવી નહિ .
• ૪. દવા સાથે પ્રાણી કે માણસ માટે ખાવાનો ખોરક રાખવો નહિ .
• ૫. બાળક અને પાલતુ પશુ દવા સુધી પહોંચે નહિ તે રીતે રાખવી .
• ૬. સીધા સુર્ય પ્રકાશ કે વરસાદમાં ન આવે તે રીતે સંગ્રહ કરવો .
• ૭. નિંદામણ અને કિટકનાશક દવાનો અલગ સંગ્રહ કરવો .
પશુપાલનઃ જાનવરોની કઈ જાતો રાખવાથી વધુ ઉત્પાદન મળશે. ?
• પશુઓમાં ભેંસોની જાફરાબાદી, સુરતી અને મહેસાણી ઓલાદો સારી છે.
• જાફરાબાદી ભેંસો એક વેતરમાં ૩૨૦ થી ૩૫૦ વેતરના દિવસોમાં સરેરાશ ૨૫૦૦ થી ૨૮૦૦ લિટર
• સુરતી ભેંસો ૩૦૦ દુઝણા દિવસોમાં સરેરાશ ૨૦૦૦ થી ૨૩૦૦ લિટર
• મહેસાણી ભેંસો ૩૧૦ દુઝણા દિવસોમાં ૨૨૦૦ થી ૨૫૦૦ લિટર દૂધ આપે છે.
• આ ઉપરાંત બન્ની ભેંસો પણ દૈનિક ૧૨-૧૫ લિટર જેટલું સારૂ દૂધ ઉત્પાદન આપે છે
• પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે.
• જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જીલ્લાઓમાં • જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા,વડોદરા, ભરૂચ, અને સુરત જીલ્લાઓમાં જોવા મળે છે. • ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૨૫૦૦ થી ૩૦૦૦ લિટર દૂધ આપતી નોંધાયેલ છે
• કાંકરેજ ગાયો ૨૭૫ થી ૩૧૫ દિવસમાં ૨૨૦૦ થી ૨૫૦૦ લિટર દૂધ આપે છે.
સોયાબીન: સોયાબીનમાં આવતા મૂખ્ય રોગો અને તેનું નિયંત્રણ
ક્રમ ૧ રોગનું નામઃ ફાયટોપ્થોરા થી થતો મૂળનો કોહ્વારો નિયંત્રણઃ• કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ઓગાળી રોગની શરૂઆત થયે છંટકાવ કરવો. બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો.
• મેટાલેક્ઝીલ ૮% + મેન્કોઝેબ ૬૪% વે.પા. નું તૈયાર મિશ્રણ ૧૦ લીટર પાણીમાં ૧૫ થી ૨૦ ગ્રામ મુજબ ઓગાળી છંટકાવ કરવો.
ક્રમ ૨ રોગનું નામઃ મોઝેક વાઇરસ, નિયંત્રણઃ • સમયાંતરે ખેતર માંથી રોગીસ્ટ છોડ ઉપાડી તેનો નાશ કરવો.
• પાકનો ફેરબદલી અપનાવવી.
• આ રોગ ચુસીયા પ્રકારની જીવાતોથી ફેલાતો હોય તેનું નિયંત્રણ કરવું.
ક્રમ ૩ રોગનું નામઃ ભુકીછાર, નિયંત્રણઃ • રોગની શરૂઆત થયે પાણીમાં દ્રાવ્ય ગંધક ૮૦% વે.પા. ૧૦ લીટર પાણીમાં ૨૫ (૦.૨%) ગ્રામ મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો. અથવા
• હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫% ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી મુજબ ભેળવી છંટકાવ કરવો. જરૂર પડયે બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
સોયાબીનમાં આવતી મુખ્ય જીવાત અને તેનું નિયંત્રણ
ક્રમ ૧ જીવાતનું નામઃ લશ્કરી ઈયળ/ સેમીલુપર, નિયંત્રણઃ• પ્રકાશ પિંજર નો ઉપયોગ કરવો.
• મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામપૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ક્રમ ૨ જીવાતનું નામઃ ગર્ડલ બીટલ, નિયંત્રણઃ• કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મી.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ક્રમ ૩ જીવાતનું નામઃ પાન કથીરી, નિયંત્રણઃ • કથીરીનાશક દવાઓ જેવીકે ફેનાઝાક્વીન ૧૦ ઈસી ૧૦ મી.લી. અથવા ડાયફેન્થુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૧૫ મી.લી. પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.















































