વંડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા બુથ સંગઠનને વધુ મજબૂત બનાવવા બેઠક યોજાઈ હતી. સાવરકુંડલા વિધાનસભાની વંડા જિલ્લા પંચાયત બેઠકને ધ્યાનમાં રાખીને યોજાયેલી બેઠકમાં પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બુથ સ્તરે સંગઠનને વધુ સક્રિય બનાવવા તેમજ આગામી સમયમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને સંગઠનના કામમાં સક્રિય ભાગીદારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.