બાબરા તાલુકાના અમરાપરા ગામે વિકસિત ભારત-૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત અમરાપરા પે સેન્ટર શાળામાં ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભા અને વક્તૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિકસિત ભારતના નિર્માણમાં યુવા પેઢીની ભૂમિકા, શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુકેશભાઈ ખોખરીયા, રાજુભાઈ સોરઠીયા, અજીતભાઈ ખોખરીયા, સુરેશભાઈ ધાખડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ સુરેશભાઈ રાઠોડ તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.









































