અમરેલી જિલ્લામાં બે સ્થળોએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. પ્રથમ બનાવમાં, અમરેલી-સાવરકુંડલા રોડ ફાટક પાસેથી એક મહિલા પોતાના મકાનની પતરાની ઓરડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા ઝડપાઈ હતી. પોલીસે ૬૦ લીટર વોશ, ૧૦૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૪,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બીજા બનાવમાં, સરકારી પીપળવા ગામેથી પણ એક મહિલા તેના રહેણાંક ઘરના ફળિયામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા મળી આવી હતી. પોલીસે ૩ લીટર દેશી દારૂ, ૨૦ લીટર વોશ, ૩૦ લીટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ ઉપરાંત, ટોડા ગામે દૂધાળા જવાના રસ્તા પાસેથી એક મહિલાના મકાનેથી ૪૦ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. તેમજ જિલ્લામાં અન્ય ૧૩ લોકો પાસેથી ૭૩ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો અને ૧૦ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા.









































