આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આંબરડી ખાતે કાર્યરત સ્ટાન્ડર્ડ ક્લબના ૨૫ વિદ્યાર્થીઓએ રાજુલા સ્થિત ન્યૂ કોલા પ્રાઇવેટ કંપનીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કંપનીના મેનેજર તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને કંપનીના વિવિધ યુનિટની મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ ઉત્પાદન પ્રક્રિયા, પ્રોડક્ટ, મેનેજમેન્ટ અને માર્કેટિંગ અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનને ઔદ્યોગિક જગતની વાસ્તવિક કામગીરી સાથે જોડતી આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની હતી. આ શૈક્ષણિક મુલાકાતમાં સ્ટાન્ડર્ડ ક્લબ લાઇઝન દિપકભાઈ વિરડા સાથે પ્રકાશભાઈ માધડ અને પ્રજ્ઞાબેન મહેતા જોડાયા હતા. સમગ્ર શૈક્ષણિક પ્રવૃત્તિ બદલ શાળાના આચાર્ય એમ. ડી. માલવિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણીએ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.








































