રાજુલા તાલુકાના માંડળ ગામે ૮ સપ્ટેમ્બરે થયેલી ઘરફોડ ચોરીનો ગુનો ડુંગર પોલીસે ડિટેક્ટ કર્યો છે. સડથાભાઇ નનાભાઇ નકુમ પરિવાર સાથે ખેતરે ગયા હતા ત્યારે અજાણ્યો શખ્સ મકાનની પાછળની લાકડાની ખડકી ખોલી ઘરમાં પ્રવેશ્યો હતો અને સોનાના દાગીના સહિતની ચોરી કરી ફરાર થયો હતો. પોલીસે તપાસ દરમિયાન મહુવા તાલુકાના ધરાઇ ગામના લક્ષ્મણભાઇ કાનાભાઇ સીસારા, ઉંમર ૮૨ ને તપાસમાં લીધો હતો. તેમની પાસેથી સોનાની ચેઇન-પેન્ડલ, બુટ્ટી તથા રોકડ મળી કુલ રૂ. ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ કામગીરી વી.એસ. પલાસના માર્ગદર્શન હેઠળ ડુંગર પોલીસની ટીમે કરી હતી.










































