સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુખપુર ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, અભિવ્યક્તિ કૌશલ્ય અને રાષ્ટ્રીય વિકાસ અંગે જાગૃતિ વધે તે હેતુથી
વક્તૃત્વ તેમજ ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થીઓને વિનુભાઈ ઝાપડિયા દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.









































