વેરાવળ બંદરની હદમાં આવેલા રોડ પરના તમામ પુલ જર્જરિત હાલતમાં હોવાથી અકસ્માતની દુર્ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ બંદર વિસ્તારમાં આવેલા તમામ પુલ પરથી ૭૫૦૦ કિલોગ્રામથી વધુ વજન ધરાવતા મધ્યમ તથા ભારે માલવાહક વાહનો, ૧૨થી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતા વાહનો તેમજ વિદ્યાર્થીઓના પરિવહન માટેના શાળાકીય વાહનોના પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું તા.૩૦ જૂન, ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટનો પુરવઠો કરતા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા વાહનો પસાર થાય ત્યારે પંપ સંચાલકોએ સુરક્ષા અંગે જરૂરી તકેદારી રાખવાની રહેશે.









































