કોડીનાર તાલુકાના દેવળી (દેદાજીની) ગામે ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત તા.૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના રોજ બે દિવસીય બાળ રમતોત્સવ યોજાયો હતો. બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધે અને પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તે હેતુથી યોજાયેલા રમતોત્સવમાં લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, ઝાંપા વિસ્તાર સહિતની રમતો યોજાઈ હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. ગ્રામજનોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. વિવિધ સમાજના બાળકોએ સાથે ભાગ લેતાં ગ્રામ્ય એકતા, સમરસતા અને સહકારનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.









































