અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ક્રિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડા. રીમા જાશીના ૧.૫ વર્ષના સતત સંશોધન અને પ્રયાસો બાદ લેપ્રસી (રક્તપિત્ત)ના દર્દીઓ માટે એક આશાનું કિરણ પ્રગટ્યું છે. સરકારી ગ્રાન્ટ મંજૂર થતાં, ખાનગી હોÂસ્પટલોમાં ૭૦૦૦માં મળતી લેપ્રસીની વેક્સીન હવે સિવિલ હોÂસ્પટલમાં તમામ દર્દીઓને બિલકુલ મફતમાં આપવામાં આવશે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી આવતા હજારો ગરીબ દર્દીઓ માટે આ નિર્ણય સંજીવની સમાન સાબિત થશે. માત્ર દવાઓના બદલે વેક્સીન મળવાથી દર્દીઓની સારવારમાં ઝડપી સુધારો આવશે, જે વર્ષ ૨૦૨૭ સુધીમાં દેશમાંથી લેપ્રસી નાબૂદ કરવાના સરકારના લક્ષ્યાંકને પૂરું કરવામાં મહત્વનો ભાગ ભજવશે.
ડા. રીમા જાશી છેલ્લા ૩૧ વર્ષથી લેપ્રસીના દર્દીઓની સારવાર કરે છે. તેમણે દર્દીઓને લેપ્રસીની મફત વેક્સીન મળે તે માટે રિસર્ચ કર્યું. સરકારની ગ્રાન્ટ માટે તેમણે પોતાનું રિસર્ચ મૂક્્યું જે પાસ થઇ જતા હજારો દર્દીઓને રાહત મળી છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દી સાથે વાતચિત થતા તેણે જણાવ્યું કે તે ૪ વર્ષથી લેપ્રસીની બીમારીથી પીડાઈ રહ્યો હતો. તે મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. ત્યાંની સરકારી હોÂસ્પટલમાં તે જયારે સારવાર લેવા પહોંચ્યો તો તેને કોઈ રાહત ન મળી. અંતે તે અમદાવાદની સિવિલ હોÂસ્પટલ પહોંચ્યો અને તેને સારવારની સાથે હવે મફત વેક્સીન પણ મળી છે.
ખાનગી હોસ્પિટલમાં જે વેક્સીનની કિંમત ૭ હજાર છે. ઘણા દર્દીઓ આ વેક્સીન ખરીદી શકે તેમ નથી હોતું. જાકે હવે સિવિલ હોસ્પિટલમાં મફતમાં મળતી થઇ છે. આ પહેલા માત્ર દવાઓથી દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. સતત ચાલી રહેલા રિસર્ચમાં સામે આવ્યું કે વેક્સીનના કારણે દર્દીની સારવારમાં ઘણી રાહત મળે છે. સિવિલ હોસ્પિટલના ન માત્ર ગુજરાતનાં દર્દીઓ સારવાર લે છે પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશથી પણ ઘણા લેપ્રસીના દર્દીઓ આવે છે. આ એક ચામડીની બીમારી છે જે ઘણા કિસ્સામાં દર્દીને લકવાગ્રસિત પણ કરી દે છે. સારવાર બાદ પણ ઘણા દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇ શકતા નથી. ઘણા દર્દીઓ પરંતુ ડા. રીમા જાશીની મહેનતથી હવે દર્દીઓને સાજા થવામાં મદદ મળશે.ડા. રીમા જાશીનું કહેવું છે કે સરકારનો ઉદ્દેશ્ય છે કે ૨૦૨૭ સુધીમાં દેશમાંથી લેપ્રસી નાબૂદ થાય. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત બહારના દર્દીઓ વધુ આવે છે. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતનાં દર્દીઓ આવે છે. તેમની માટે આ ખુબ મદદરૂપ સાબિત થશે.