લાંબા ગાળે વરસાદ પડતા થોડો લાભ ખેડૂતોને થયો અને શિયાળુ પાક અમુક વિસ્તારમાં લઇ શકાશે. ખાસકરીને ઓરવેલી મગફળીમાં આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. તેમાં પણ આંતરપાક જેવાકે તુવેર, એરંડા , જુવાર જેવાપાકો માટે ફાયદારૂપ છે . વરસાદના પાણીનો જેટલો પણ સંગ્રહ થાય તેટલો કરવો. ઉત્પાદન આવી શકે તેમ ન હોય તેવા પાકોમાં તેમજ ખાલી પડતર જમીનમાં ઘાંસચારાના પાકોનું વાવેતર કરવું.
મગફળીઃ
• મગફળી જો ઉપાડતા હોય તો ડોડવા ઓછા તૂટે તેનું ધ્યાન રાખવું.
• ભેજ વાળી મગફળીનો સંગ્રહ કરવો નહિ.
• વરસાદની આગાહી ધ્યાનમાં રાખી મગફળી ઉપાડવી.
• મગફળી ૯૦ દિવસની થઇ હોય તો ૦-૦-૫૦ સાથે ઝીબ્રાલિક મિક્સ કરી છંટકાવ કરો
દિવેલાઃ ઘોડીયા ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ (૦.૦પ%) ર૦ મીલી અથવા કલોરપાયરીફોસ (૦.૦૪%) ર૦ મીલી ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
કપાસઃ
• પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૫ કિગ્રા પ્રમાણે કપાસના પાક પર છાંટવી. આ દવા શેઢાપાળા પર પણ છાંટવી.
• કપાસ સાવ સુકાઈ ગયો હોય અથવા રીકવર થાય તેમ ન હોય તો તેને ઉપાડી સાંઠીયુંને ખાડમાં નાખી દેવી.
• રવિ પાક માટે નું આયોજન કરો.
• સ્ડ્ઢઁ ટ્યુબનો ગુલાબી ઈયળ માટે ઉપયોગ કરો હેક્ટર માં ૧૦૦૦ ટપકા મુકવા..
• વરસાદ પછી વધુ ભેજ હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. સારી સ્થિતીમાં વરાપ હોય તો યુરીયા ખાતર આપવું.
• વૃદ્ધિ માટે ૧૯-૧૯-૧૯ , ૧૦૦ ગ્રામ સાથે ગ્રેડ-૪ માઈક્રોન્યુટ્રીયન્ટ પમ્પમાં૨૫ ગ્રામ નાખી છંટકાવ કરવો.
• અત્યારે ખાસકરીને ૪ જી તેમજ ૫ જી માં વચ્ચે છોડ પીળા પડી સુકાઈ જાય છે તો તેના માટે તેમાં વધારાનો ખર્ચ કરશો નહિ.
• તલઃ ઉભડામાં લાગતા કાળા ભૂરા ચુસીયા માટે ખેતરમાં ઉભડા કરવાની જગ્યાએ તથા ઉભડા ફરતે જમીન ઉપર સાઈપરમેથ્રીન ૦.રપ % ભુકીનો છંટકાવ કર્યા પછી જ તલના ઉભડા કરવા. ઉભડા ઉપર દવાનો છંટકાવ કરવો નહી. આમ કરવાથી જંતુનાશક દવા તલના દાણાં સાથે ભળતી અટકાવી શકાય.
ઘઉંઃ ઘઉંનું વહેલા વાવેતર કરવું નહિ.
તુવેર :તડતડિયાઃ ઓળખ: બચ્ચાં તેમજ પુખ્ત બંને આછા-લીલા રંગના અને ફાચર આકારના હોય છે અને તેમને અડકતા ત્રાસા ચાલે છે. પાંખની પહેલી જોડની પાછળની ધાર પાસે કાળા ટપકાં હોય છે. છોડને સહેજ હલાવતા પુખ્ત કીટકો ઉડે છે અને તડ-તડ અવાજ પણ આવે છે.
નુકસાન ઃ બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડનાં કુમળા ભાગમાંથી રસ ચુસે છે. પરિણામે પાનની ધાર પીળી પડી જાય છે. વધારે ઉપદ્રવ થતા પાન નિસ્તેજ બની અંદરની બાજુ વળી વાટકા આકારના થઈ જાય છે. વધુ ઉપદ્રવને લીધે પાન તામ્રવણા થઈ સુકાવા લાગે છે અને અંતે ખરી પડે છે, જેથી પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાત ખાસ કરીને ચોળા તેમજ મગનાં પાકમાં વિશેષ પ્રમાણમાં નુકસાન કરે છે.
તલઃ અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ – ૧નું વાવેતર કરવું.
શાકભાજીઃ
• શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થયોફેનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
• સફેદમાખીના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૦.૦૦પ ટકા (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી), ટ્રાયઝોફોસ ૦.૦૪ ટકા (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો.
રીંગણીમાં છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળોઃ ખાધ પદાર્થ, શાકભાજી અને અનાજમાં જંતુનાશક રસાયણોના અવશેષો મહત્તમ અવશેષ મર્યાદા તે નુકસાનકારક સાબિત થાય છે, જેથી રીંગણી ઉ૫ર જુદા જુદા જંતુનાશકના છંટકાવ કરી છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો (વેઇટીંગ પીરીયડ) નકકી કરવામાં આવે છે. આ ભલામણ કરેલ સમય બાદ રીંગણી ઉતારવામાં કાળજી લેવામાં આવે તો મનુષ્યની તંદુરસ્તીને થતું નુકસાન અટકાવી શકાય છે. જુદી જુદી દવાઓનો વેઇટીંગ પીરીયડ જુદો જુદો હોય છે પરંતુ એકજ દવાનો જુદા જુદા પાક માટે પણ વેઇટીંગ પીરીયડ જુદો જુદો હોય છે.
જુવારઃ
• જુવારના મધિયાથી બચવા માટે ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.
• ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
મકાઇ:
• મકાઈમાં ગાભામારાની ઈયળ ના નિયંત્રણ માટે ઉગાવા પછી ૩૦ થી ૪૦ દિવસે કાર્બાફ્યુરાન ૩જી ૧૦ કી./હે છાટવાની ભલામણ છે
બાજરી: બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
બીડી તમાકુ: બીડી તમાકુમાં ધરું ઉછેર માં એઝોકસીસ્ટ્રોબીન ૧૦ મીલી / ૧૦ લીટર પાણીમાં નાખી,
ધરુંવાડિયામાં છંટકાવ કરવો .
સોયાબીન: પાક સંરક્ષણ:
• મધ્ય તથા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સોયાબીનની શરૂઆતની નાની અવસ્થાએ જ ગોકળ ગાય (સ્લગ-સ્નેઈલ) પાકને નષ્ટ કરી શકે છે. જેથી ગોકળગાયનું સંકલિત નિયંત્રણ ક૨વા માટે તકેદારીનાં પગલાં હાથ ધરવા. સોયાબીન પાકની મુખ્ય જીવાતોમાં ગર્ડલ બીટલ, પાનકોરીયું, થ્રિપ્સ, તડતડીયા, મોલો, સેમીલૂપર, ભુખરું ચાંચવું, પાન વાળનારી ઈયળ, કટ વોર્મ (થડ કાપનારી ઈયળ), થડની માખી અને લશ્કરી ઈયળ (પ્રોડેનીયા) વગેરે છે. ઉપરોકત જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં ૧૦ થી ૧૫ કિ.ગ્રા./ હે. ફોરેટ ૧૦ જી. અથવા ૨૫ થી ૩૦ કિ.ગ્રા./ હે. કાર્બોફ્યુરાન ૩ જી. ચાસમાં આપવું, તેમજ ૧૫ દિવસના ગાળા બાદ કવીનાલફોસ ૦.૦૫ ટકા અથવા ડાયમીથોએટ ૦.૦૩ ટકા, અને શીંગની ઈયળોનો પાકની પાછલી અવસ્થાએ ઉપદ્રવ હોય તો કાર્બરિલ ૪ ટકા ડસ્ટ ભૂકી સ્વરૂપે છાંટવું ઉત્તમ છે. સોયાબીન પાકના મુખ્ય રોગોમાં મૂળનો સુકો સડો, પાનનાં ટપકાં, કુતુલનો રોગ, વિષાણુથી થતો પચરંગિયો વગેરે જોવા મળે છે, તેનું નિયંત્રણ ક૨વા કરતાં રોગ પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
તુવેરઃ
• તુવેરના પાકમાં ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવું.
• લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. આ જીવાતનું એનપીવી ૪૫૦ એલઇ/હે છાંટવું. લીમડાની લીંબોળીનો અર્કનો ઉપયોગ કરવો. અથવા મિથાઇલ પેરાથીઓન અથવાડાયક્લોરવોશ અથવાક્વિનાલફોસ પૈકી કોઇપણ એક દવાનો છંટકાવ કરવો.
ઔષધિય પાક (અશ્વગંધા): કટ વોર્મ જીવાત
• ઈયળોને હાથ વડે પકડીને તેનો નાશ કરવો.
• પાકની વાવણી પહેલા નીંદણનો વ્યવસ્થિત નિકાલ કરી નાશ કરવો.
• પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩ જી ૩૩ કિગ્રા હે પ્રમાણે આપવું.
બાગાયતઃ
• લીંબુમાં ગુંદરીયાનાં નિયંત્રણ માટે બોર્ડો પેસ્ટ લગાવી અને ફોઝોટાઇલ ૦.૨% નો અસગ્રસ્ત ઝાડમાં છંટકાવ કરવો
• દેશી નાળીયેરીમાં ખારા ખેતીમાં ઝાડ દિઠ ૬૦ કિલો છાણીયું ખાતર આપવું.
• ચીકુની કળી કોરનાર ઈયળ:
આ જીવાત ની ઈયળ રતાશ પડતી ઘેરા બદામી રંગના માથાવાળી અને માથા પર સફેદ પટો ધરાવતી હોય છે. ઈયળ ચીકુની કળી તથા ફૂલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે પરિણામે ફળો બેસતાં નથી.નવી પીલવણી વખતે કુમળા પાનને ખાઈને પણ નુકશાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષે દરમ્યાન જોવા મળે છે. પરંતુ ફેબ્રુઆરી થી જૂન મહિના દરમ્યાન નુકશાન વધતું જાય છે.
નિયંત્રણ: આ જીવાતના નિયંત્રણ માટે ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી શરૂ કરીને એક મહિનાના અંતરે ૧૦ લિટર પાણીમાં ડાયકલોરવોશ ૩ મિ. લિ. પ્રવાહી દવાના ત્રણ છંટકાવ કરવા જોઈએ.
રીંગણ:ડુંખ અને ફળ કોરી ખાનારી ઈયળ માટેરીંગણીની ફેરરોપણી સપ્ટેમ્બર ની શરૂઆતમાં કરવાથી ઓછો ઉપદ્રવ આવે છે. ફેરરોપણીનાં એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ / હે. સામુહિક ધોરણે મુકવા.કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એમાંમેક્ટીન બેન્ઝોએટ ૫ વેપા ૩ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા કલોરાનટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૨.૮ ઈસી ૧૦ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઈસી ૫ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૫ મિ.લી. અથવા ડેલ્ટામેંથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
મરચીઃ થ્રીપ્સ માટે ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફયુરાન ૩ જી ૧૫ કિ.ગ્રા. / હે. પ્રમાણે આપવી. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક)નો છંટકાવ કરવો.
શેરડીઃ • શેરડીમાં ભીંગડાવાળી ઇયળનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન ૩ ટકા દાણાદાર હેકટરે ૨ કિલો મુજબ આપવું પાનકથીરી નાં નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૫ મીલી અથવા દ્રાવ્ય ગંધક (સલ્ફર) ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.














































