સાવરકુંડલાની વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો હતો. અમરેલી-રાજકોટ રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં હમીરભાઈ ચૌહાણે વિદેશમાં અભ્યાસ, રોજગાર, વિઝા, પાસપોર્ટ અને એજ્યુકેશન લોન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદેશ મોકલવાના નામે થતા ફ્રોડથી સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.









































