ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) એ શુક્રવારે નેસ્લે ઇન્ડિયા લિમિટેડ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી. એફએસએસએઆઇ કાયદા હેઠળ એનએએન એકસેલા પ્રો સ્ટેજ ૧ અને લેકટોજેન પ્રો ૧ શિશુ પોષણ ઉત્પાદનો સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એફએસએસએઆઇએ જણાવ્યું હતું કે તેણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઉત્પાદનો અને તેમની પ્રમોશનલ સામગ્રીની તપાસ કરી હતી. એનએએન એકસેલા પ્રો સ્ટેજ ૧ ના કિસ્સામાં, નિયમનકારે ૫ એચએનઓએસ અને વ્હે પ્રોટીન સંબંધિત દાવાઓ પર વાંધો ઉઠાવ્યો હતો. એલટોજેન પ્રો ૧ ના કિસ્સામાં, તેણે ઉત્પાદનનું વ્હે પ્રોટીન સરળતાથી સુપાચ્ય હોવાના દાવા પર ચિંતા વ્યક્ત કરી હતી.
એફએસએસએઆઇ અનુસાર, બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ (ફૂડ્‌સ ફોર ઇન્ફન્ટ ન્યુટ્રિશન) રેગ્યુલેશન્સ, ૨૦૨૦ ના રેગ્યુલેશન ૪(૨) નું ઉલ્લંઘન કરતા હોવાનું જણાયું હતું. આ રેગ્યુલેશન શિશુ ખોરાકના વેચાણમાં વધારો કરવાના હેતુથી પ્રમોશનલ દાવાઓ અને સામગ્રીને પ્રતિબંધિત કરે છે. નિયમનકારે શિશુ દૂધના વિકલ્પ, ખોરાકની બોટલ અને શિશુ ખોરાક (ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન) અધિનિયમ, ૧૯૯૨ ની કલમ ૩ નો પણ ઉલ્લેખ કર્યો છે, જે તેમની જાહેરાત અને પ્રમોશન પર પ્રતિબંધ મૂકે છે.
એફએસએસએઆઇએ જણાવ્યું હતું કે તેણે આ દાવાઓ અંગે નેસ્લે ઇન્ડિયા પાસેથી સ્પષ્ટતા માંગી છે. વધુમાં, નેસ્લે ઇÂન્ડયા દ્વારા ઉત્પાદિત ફોલો-અપ ફોર્મ્યુલા નમૂનાના પ્રયોગશાળા પરીક્ષણમાં બાયોટિનની ઉણપ જાવા મળી.
નમૂના ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ રેફરલ લેબને એ પણ જાણવા મળ્યું કે તે ૨૦૨૦ ના નિયમો હેઠળ નિર્ધારિત બાયોટિન આવશ્યકતાને પૂર્ણ કરતું નથી. આ કથિત ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને,એફએસએસએઆઇએ કહ્યું કે તેણે આ ઉત્પાદનો માટે નેસ્લે ઇન્ડિયા સામે ત્રણ અલગ અલગ કેસ દાખલ કર્યા છે. આ કાર્યવાહીમાં બાયોટિન સામગ્રી સંબંધિત પ્રમોશનલ દાવાઓ અને પ્રયોગશાળા પરીક્ષણો બંનેનો સમાવેશ થાય છે.