ગુજરાતની ક્રેડિટ સહકારી સોસાયટીઓને વધુ સુદ્રઢ બનાવવા અને તેમના આર્થિક તથા સામાજિક વિકાસ માટે માર્ગદર્શન આપતી મધ્યગુજરાત-સૌરાષ્ટ્ર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન, અમદાવાદની વાર્ષિક સામાન્ય સભા રાજકોટ નાગરિક બેંકની અમદાવાદ શાખા ખાતે યોજાઈ હતી. ફેડરેશનના પ્રમુખ વિજયભાઈ બારોટના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડિયાની કારોબારીમાં બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સભામાં સહકાર ભારતીના વરિષ્ઠ કાર્યકર જીવનભાઈ ગોવે, હરિભાઈ બોરીસાગર, ભૂપતભાઈ ધાધલ સહિત મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રની શરાફી મંડળીઓના ચેરમેન, ડિરેક્ટરો, પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવા બોર્ડ ઓફ ડિરેક્ટરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.