ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વીજશોક લાગવાથી એક પરપ્રાંતિય પુરુષનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૂળ રાજસ્થાનના બાંસવાડાના પાટન (ડાબડી) ગામના અને હાલ ગોવિંદપુર ગામે  વાડીએ રહેતા કપૂરીબેન અંબાલાલ ડામોર (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ અંબાલાલ રૂપસિંહ ડામોર (ઉ.વ.૪૦)ને કોઈ કારણસર ઇલેક્ટ્રિક શોક લાગતાં તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે નોંધ કરીને કાયદેસરની
આગળની કાર્યવાહી હાથ ધરી છે.