હવામાન વિભાગ, અમદાવાદના પત્ર અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ખરાબ હવામાન સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો માટે સાવચેતીની સૂચના જાહેર કરવામાં આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને તમામ માછીમારી બોટના માલિકો અને માછીમારોને દરિયામાં રહેલી બોટો તાત્કાલિક પરત લાવી સુરક્ષિત સ્થળે રાખવા જણાવાયું છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયામાં માછીમારી માટે ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. માછીમારો અને બોટ માલિકોએ હવામાનની સ્થિતિને હળવાશથી ન લેતા તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.