પાલીતાણામાં ચાલી રહેલા પવિત્ર જૈન ચાતુર્માસ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાલોરી ભુવન ખાતે વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે જ્યોતિષ પ્રભાવક આચાર્ય અરુણોદયસાગર સૂરીશ્વરજી મહારાજ, શતવર્ષીય પંચાંગ નિર્માતા આચાર્ય અરવિંદસાગર સૂરીશ્વરજી મહારાજ તથા અધ્યાત્મદેશના દાતા આચાર્ય અમરપદ્મસાગર સૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં ચાલી રહેલા ચાતુર્માસમાં તેમણે મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. ચાતુર્માસના લાભાર્થી કંચનદેવી બસ્તીમલજી મરલેચા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ ઉપસ્થિત સાધુ-સાધ્વી ભગવંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનો અને શ્રધ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.