શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આનંદ મેળામાં બેરા મૂંગા શાળાના તમામ વિદ્યાર્થીઓને મેળાના આયોજક અશરફભાઈ પરમાર (બાબરા) દ્વારા નિઃશુલ્ક પ્રવેશ સાથે વિવિધ રાઈડ્સનો આનંદ માણવાની તક આપવામાં આવી હતી. આયોજક દ્વારા શાળાના બાળકોને ખાસ આમંત્રણ આપી કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવી નહોતી. બાળકોને વિવિધ રાઈડ્સમાં બેસાડીને મોજ-મસ્તી કરાવવામાં આવી હતી. રાઈડ્સનો આનંદ માણતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમના ચહેરા પર ખુશી છલકાઈ હતી. સમગ્ર મેળા પરિસરમાં હાસ્ય અને આનંદનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે બેરા મૂંગા શાળાના રઘુભાઈ સહિત સમગ્ર સ્ટાફે બાળકોને નિઃશુલ્ક આનંદ માણવાની તક આપવા બદલ આયોજક અશરફભાઈ પરમારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









































