જુનાગઢ જિલ્લાની તરશિંગડાની વિનય વિદ્યા મંદિર હાઇસ્કૂલમાં શનિવારે જન્માષ્ટમી અને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન અંતર્ગત ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ભૂમિકા ભજવી હતી. આચાર્ય તરીકે ઉક્તિબેન ભૂત, કલાર્ક તરીકે દૃષ્ટિબેન મહેતા અને પટ્ટાવાળા તરીકે નોફિલ રીનબ્લોચે ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણકાર્ય શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં પ્રથમ સ્થાને સંજરીબેન હમીરાણી, દ્વિતીય સ્થાને ગોંડલીયા દેવાંગ અને તૃતીય સ્થાને જ્યોતિબેન આવેલ હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને નિર્ણાયકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મટકીફોડ, રાસોત્સવ અને અબીલ ગુલાલ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. દ્વિવિધ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય કનકસિંહ ગોહિલ, શિક્ષકો ડા. દિલીપભાઇ મકવાણા, મુકેશભાઈ કોદાવલા, હરેશભાઈ શિંગાળા, મનનભાઈ વૈષ્નાણી કલાર્ક મિનેષભાઈ કાસુન્દ્રા અને સેવક રમેશભાઈ મહેતાએ જહેમત ઉઠાવી હતી.