જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકો માટે દ્વારકા ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતાશ્રી ડા. અનિલભાઈ વાજા, ડા. અંકિતાબેન કામળીયા તથા તેમના પરિવારના સહયોગથી યોજાયેલા પ્રવાસ દરમિયાન બાળકોએ દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે દ્વારકા અને આસપાસના વિવિધ સ્થળોની મુલાકાત લઈ ધાર્મિક વારસો, પર્યાવરણ, સામાજિક જીવન તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોની માહિતી મેળવી હતી. પ્રવાસ દરમિયાન બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.