છેલ્લા ઘણા સમયથી ડિજિટલ એરેસ્ટના નામે લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ એક ગંભીર કેસમાં સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. પોલીસે મુંબઈના ઇÂક્વપમેન્ટ સપ્લાયર અફાક આલમ અંસારીને દિલ્હથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગઠિયાઓએ એક દંપતીને સીબીઆઇ અને મુંબઈ પોલીસના નકલી લેટરો બતાવીને ડરાવ્યું હતું અને તેમને ૫ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં રાખ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ દંપતી પાસેથી કુલ રૂ.૧૩ લાખ પડાવી લીધા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતી પાસેથી પડાવવામાં આવેલા રૂપિયા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા, તે બેંક ખાતાનો મુખ્ય ઓપરેટર અફાક આલમ અંસારી હતો. આરોપીએ માત્ર રૂ.૩ લાખના કમિશનની લાલચમાં પોતાની કંપનીનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલે કે, આરોપીએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ ગઠિયાઓને છેતરપિંડીથી મેળવેલા રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરવા દીધો હતો.
સાયબર ક્રાઈમની તપાસ દરમિયાન આરોપીના બેંક ખાતામાંથી રૂ.૧ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જેના કારણે પોલીસને શંકા છે કે આ ખાતાનો ઉપયોગ માત્ર સુરતના આ એક કેસ પૂરતો જ થયો ન હતો. તપાસમાં આરોપીનું કનેક્શન હૈદરાબાદમાં થયેલા રૂ.૨.૧૩ કરોડના ફ્રોડ સાથે પણ હોવાનું સામે આવ્યું છે. આ કારણે પોલીસ હવે આરોપીના અન્ય બેંક ટ્રાન્ઝેક્શન અને તેની સાથે જાડાયેલા લોકો અંગે પણ તપાસ કરી રહી છે.
ડિજિટલ એરેસ્ટના કેસમાં ગઠિયાઓ સામાન્ય રીતે પોલીસ, સીબીઆઇ, ઈડી અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી હોવાનો ડર બતાવીને લોકોને વીડિયો કોલ પર રાખે છે. આ કેસમાં પણ ઝ્રમ્ૈં અને મુંબઈ પોલીસના નકલી લેટરો બતાવીને દંપતીને વિશ્વાસમાં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની સામે કોઈ ગંભીર ગુનો નોંધાયો હોવાનું કહીને ડરાવવામાં આવ્યા અને રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પાંચ દિવસ સુધી દંપતીને ડિજિટલ એરેસ્ટમાં રાખીને રૂ.૧૩ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
પોલીસની તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે અફાક આલમ અંસારી સામે અન્ય રાજ્યમાં પણ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે હવે સુરત સાયબર ક્રાઈમ આરોપીના અગાઉના ગુનાઓ, બેંક ખાતાઓ અને અન્ય રાજ્યોમાં થયેલી છેતરપિંડી સાથેના કનેક્શનની તપાસ કરી રહી છે. આ કેસમાં આરોપીની પૂછપરછ દરમિયાન ડિજિટલ એરેસ્ટના મોટા નેટવર્ક અંગે વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે સાયબર ગઠિયાઓ લોકોમાં પોલીસ અને તપાસ એજન્સીઓનો ડર ઉભો કરીને લાખો રૂપિયા પડાવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને વીડિયો કોલ પર રાખીને પોલીસ કે ઝ્રમ્ૈંના નામે પૈસા માંગવામાં આવે તો તરત જ સાવચેત થવું જરૂરી છે. સરકારી તપાસ એજન્સીઓના નામે ડરાવીને કરવામાં આવતી આવી માંગણી સામે લોકો સાયબર ક્રાઈમની મદદ લે તે ખૂબ જરૂરી છે.