બાબરા તાલુકાના નાની કુંડળ ગામે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ખૂબ જ શ્રધ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. નાની કુંડળના ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું જૂની પરંપરાગત મુજબ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ પ્રભુના પ્રાગટ્ય સાથે જ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદથી નાની કુંડળ ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી.









































