નેપાળમાં સરકાર બનાવ્યાના માત્ર ૨૬ દિવસ પછી ગૃહમંત્રી સુદાન ગુરુંગે રાજીનામું આપી દીધું છે. આને બાલેન શાહ સરકાર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ગુરુંગે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું કે તેમણે હિતોના સંઘર્ષને કારણે પદ છોડવાનો નિર્ણય લીધો છે. તપાસ બાદ હું મારા ભવિષ્ય વિશે નિર્ણય લઈશ. સુદાન બાલેન શાહના નજીકના માનવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં કેપી ઓલી સરકાર વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોમાં ગુરુંગે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
નેપાળી અખબાર ઇ-કાંતિપુર અનુસાર, ગુરુંગનું નામ વિવાદાસ્પદ નેપાળી ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે જાડાયું હતું, જેના પગલે તેમના વિશે પ્રશ્નો ઉભા થયા હતા. ભટ્ટ સામે મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે.
રાજકારણમાં પ્રવેશતા પહેલા, સુદાન ગુરુંગ હમી નેપાળ નામના સામાજિક સંગઠનના વડા હતા. કાંતિપુરના જણાવ્યા અનુસાર, આ સંગઠનને ફેબ્રુઆરી ૨૦૨૫ માં દીપક ભટ્ટ સાથે જાડાયેલી કંપનીઓના ખાતામાંથી ૫ કરોડ મળ્યા હતા. ભટ્ટ મની લોન્ડરિંગ માટે તપાસ હેઠળ છે. આ ખુલાસાથી નેપાળમાં રાજકીય ઉથલપાથલ થઈ.
ગુરુંગ પર પાર્ટીમાં પણ રાજીનામું આપવાનું દબાણ વધ્યું. નેપાળમાં પરિવર્તનના નામે ગુરુંગનો પક્ષ સત્તામાં આવ્યો. બે દિવસના આંતરિક અશાંતિ પછી, ગુરુંગે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે તપાસ ચાલુ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ પદ સંભાળશે નહીં.
ગૃહમંત્રી પદ સંભાળ્યા પછી, ગુરુંગે નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની ધરપકડ કરી હતી. બંને પર સપ્ટેમ્બર ૨૦૨૫ માં વિદ્યાર્થી આંદોલનને દબાવવાનો આરોપ હતો. નેપાળના રાજકારણમાં તેમની ધરપકડને મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી.
સુદાન ગુરુંગને બાલેન શાહ અને રવિ લમીક્ષેણના નજીકના સાથી માનવામાં આવે છે. જા કે, તેઓ જે રીતે મુશ્કેલીમાં મુકાયા તેના કારણે કોઈ તેમના બચાવમાં આવ્યું નહીં.