સાવરકુંડલાના આદસંગ ગામના રહેવાસી વિલાસબેન પટગીરે માલપરાના હરેશ મીઠાભાઇ સાંડીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી અને આરોપી વચ્ચે અગાઉના સંબંધો પૂરા થઈ ગયા હોવા છતાં, આરોપી સતત પીછો કરી રહ્યો છે. આરોપીએ ફરીયાદીના પતિને ફોન પર ગાળો આપી ખોટા એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, હરેશે ફરીયાદીની આબરૂ લેવાના બદઈરાદાથી તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યા હતા. આરોપી ફરીયાદીને પરાણે સંબંધ રાખવા મજબૂર કરી માનસિક ત્રાસ આપી રહ્યો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.