કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક હાલ ચૂંટણીના પડઘમની વચ્ચે રાજકોટની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમણે તાજેતરમાં ભારતીય સંસદમાં રદ થયેલા મહિલા સંશોધન બિલ અંગે આપેલા નિવેદન પર હાલ ચર્ચાઓ શરૂ થઈ છે. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે આ મામલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સંસદમાં જે બિલ રજૂ થયું તે મહિલા સંશોધન બિલ ન હતું, આ બિલ પરિસીમન એટલે કે વસ્તી ગણતરીના આધારે દેશ કે રાજ્યમાં લોકસભા અને વિધાનસભાના ચૂંટણી મતવિસ્તારોની સીમાઓનું પુનઃનિર્ધારણ કરવા માટેનું બિલ હતું.
કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ખાસ ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ માત્ર દેશની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે. નરેન્દ્ર મોદીએ એક પ્રધાનમંત્રી તરીકે નહીં પરંતુ ભાજપના નેતા તરીકે દેશને સંબોધન કર્યું છે. ભાજપ અને જનસંઘે ક્્યારેય મહિલાઓને પ્રતિનિધિત્વ આપ્યું નથી. જાકે ભારતનું સંવિધાન બન્યું ત્યારથી કોંગ્રેસે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે. એમ કહીને મુકુલ વાસનિકે પોતાના સંબોધનમાં અનેક વખત કોંગ્રેસનું નામ લીધું હતું.
રાજકોટની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રભારીએ ખાસ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) પર નિશાન સાધી મોટું નિવેદન આપતા કહ્યું કે, આરએસએસમાં મહિલાઓને સ્થાન નથી. આ એક પુરુષોની જ માત્ર સંસ્થા છે. ૧૦૦ વર્ષોમાં આરએસએસએ મહિલાઓને ક્યારેય સ્થાન આપ્યું નથી અને હવે આ લોકો સંસદમાં મહિલાને અનામત આપવાનું નાટક કરે છે. વધુમાં હાલમાં ગુજરાતભરમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મુકુલ વાસનિકે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. અમારા ઉમેદવારોને ડરાવવામાં આવ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. પોલીસની સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ લોકોની વચ્ચે જઈ શકતી નથી જેથી આ રીતે બિનહરીફ ચૂંટણી કરાવે છે.
નોંધનીય છે કે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી કહ્યા હતા. જે મામલે પણ અંતે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગે વર્ષોથી સક્રિય રાજકારણ સાથે જાડાયેલા છે. તેઓ જે પણ નિવેદન આપે તે સમજી વિચારીને જ આપતા હોય છે. જાકે ભાજપ તેના નિવેદનને તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ચૂંટણી વચ્ચે કોંગ્રેસના ભાજપ, ઇજીજી અને વડાપ્રધાન મોદી પરના આ આકરા પ્રહારો મામલે હાલ રાજકારણ ગરમાયું છે.
Home રસધાર રાજકીય રસધાર મોદીએ માત્ર દેશની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું,કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક














































