બંગાળ વિધાનસભાના પરિણામોની દૂરગામી અસરો શરુ થઇ ચુકી છે. ટીએમસીનું જહાજ ડૂબી રહ્યું છે. સૌ પ્રથમ ઉંદરો નાસભાગ કરે તેમ પક્ષમાંથી નાસભાગ શરુ થઇ ચુકી છે. સૌ પ્રથમ પક્ષના સુપ્રીમો મમતા બેનર્જી દ્વારા બોલાવવામાં આવેલી મીટીંગ અને ત્યારબાદ ટીએમસી દ્વારા પક્ષના નેતાઓ પર હુમલાના વિરોધમાં ધરણા પ્રદર્શનમાં પણ પક્ષના ચુંટાયેલ મોટા ભાગના વિધેયક ગેરહાજર રહ્યા છે. મીડિયા દ્વારા આપવામાં આવેલ આંકડાઓ માનીએ તો ૮૦માંથી લગભગ ૫૯ ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. પક્ષમાં ભંગાણ પડી ગયાના લગભગ બધા અણસાર આવી રહ્યા છે. લોકશાહીમાં પક્ષનો ચૂંટણીમાં પરાજય એક સામાન્ય બાબત છે, એક પક્ષ સિવાય બીજાની હાર ચૂંટણી લડ્‌યા પહેલા નિશ્ચિત હોય છે. પણ, ચૂંટણી હાર્યા બાદ પક્ષમાં ભંગાણ થવું કે પક્ષ તૂટી જવો જે તે પક્ષ માટે ગંભીર બાબત છે. નજીકના ભૂતકાળમાં મહારાષ્ટ્રમાં શિવસેનાનું આ રીતે જ ભંગાણ થયું હતું. જે પક્ષની સ્થાપના બાળા સાહેબ ઠાકરેએ કરી હતી એ પક્ષ બાળા સાહેબના વારસદારો પાસેથી કાર્યકર્તાઓના કબજામાં જતો રહ્યો છે. આજે મમતા બેનર્જી દ્વારા સ્થાપવામાં આવેલ પક્ષ તેમના જ હાથમાંથી નીકળી જતો દેખાઈ રહ્યો છે. મમતા બેનરજીના કિસ્સામાં એક વખત ઈન્ડી ગઠબંધનના મુખ્ય નેતા અને વડાપ્રધાન તરીકેની શક્યતાઓ જેના માટે જોવાઈ રહી હતી એ પોતાના પક્ષને વેરવિખેર થતો બચાવી શક્યા નથી. ૨૮ વર્ષની રાજનીતિ એક ઝાટકે સમાપ્ત થઇ રહી દેખાય છે. બંને કિસ્સાઓના મૂળમાં પરિવારના એક અંગતને સાચવવા માટે આખા પક્ષની બલી ચઢી રહી છે. ઈંગ્લેન્ડના રાજવંશોની જેમ ચાર્લ્સ ચોથો, હેન્રી છઠ્ઠો કે એડવર્ડ આઠમો ઉતરી આવે તેમ પરિવારવાદી પક્ષોમાં વારસો ઉતરી આવે છે.
ભારતમાં વંશવાદના આધારે ચાલતા પક્ષોની એક લાંબી પરંપરા રહી છે. જેના દ્વારા પક્ષની સ્થાપના કરવામાં આવી હોય, જેના વિચારબીજમાંથી પક્ષ પેદા થયો હોય એ વ્યક્તિના વારસદારો પછીથી એમની ગેરહાજરીમાં પક્ષની ધુરા સાંભળી લેતા હોવાનો ભારતીય રાજનીતિનો અત્યાર સુધીનો ઈતિહાસ રહ્યો છે. જ્યાં સુધી સ્થાપક પોતે પક્ષના સર્વેસર્વા હોય ત્યાં સુધી પક્ષની આંતરિક કેડર લગભગ શિસ્તબધ્ધ હોય છે. હરીફાઈ કે સ્પર્ધા મુખ્ય કર્તાના ગયા બાદ શરુ થતી હોય છે. સ્વાભાવિક છે સ્થાપક પોતાના વારસદારોને સંચાલન સોંપીને જવા માંગતા હોય છે. પરંતુ આમાં જે કાર્યકર્તા શરૂઆતથી સુપ્રીમ લીડરની સાથે ખભેખભો મિલાવીને પક્ષ માટે વફાદાર રહ્યો હોય એ વફાદાર વર્ગમાં અસંતોષ અને અન્યાયની ભાવના પેદા કરે છે. પરિવાર અને પક્ષનો વારસો બંને અલગ બાબત છે. બંનેમાં આભ જમીનનું અંતર છે. પરિવારમાં સ્પર્ધા હોતી નથી. વારસો મિલકતનો અને પારિવારિક તાણાવાણાનો જ સંભાળવાનો હોય છે.
દેશની લોકશાહીમાં થોડા વર્ષો દરમિયાન પરિવાર દ્વારા ચલાવવામાં આવતા રાજકીય પક્ષોનું વાતાવરણ ઠીકઠાક નથી રહ્યું. કોંગ્રેસ તો નહેરુયુગ, ઇન્દીરાયુગ, રાજીવયુગ, અને હવે રાહુલયુગ જેવા વારસાગત રાજકીય કાલખંડો વચ્ચે વહેંચાઈને વારે વારે તૂટતી રહી છે. દેશની મુખ્યધારાની ઘણી પાર્ટીઓ કોંગ્રેસમાંથી છુટ્ટી પડીને અસ્તિત્વમાં આવી છે. હવે સ્થાનિક પક્ષોમાં વારસદારની સામે લાયક અને સક્ષમ કાર્યકર્તાઓએ મોરચો માંડીને પક્ષ પર પોતાનો હક સ્થાપિત કર્યો છે. શિવસેના, એનસીપી, અને હવે ટીએમસી આના તાજા ઉદાહરણો છે. જયારે પક્ષને સમર્પિત કાર્યકર્તાને અવગણીને પરિવારના સદસ્યને વધારે મહત્વ આપવામાં આવે છે ત્યારે આવા બળવા સ્વાભાવિક છે. પક્ષની સાધારણ સભાઓ રાજદરબાર કક્ષાની બની ચુકી હોય, તખ્ત પર બેઠેલા બાદશાહને ખુશ કરવા હુક્કાબરદાર કક્ષાના કરોડરજ્જૂ વિનાના દરબારીઓની કક્ષાના જીહજુરીયા પક્ષ કાર્યકર્તાઓ એક અનૌરસ કક્ષાના સિંહાસનના વારસને ઝુકી ઝુકી અદબ ફરમાવતા હોય ત્યારે એ સભામાં જે તખ્તનો વફાદાર છે, જેણે રણભૂમિ પર પોતાનું રક્ત વહાવીને તખ્તને સલામત અને ઉજળું રાખ્યું છે, એનું લોહી ઉકળી જવું સ્વાભાવિક છે.
લોકશાહી દેશમાં લોકશાહીગત રાજકીય પક્ષોના પ્રમુખો દશકાઓ સુધી એક પરિવારના રહે છે, અથવાતો પહેલેથી જ નક્કી થઇ ગયા હોય છે કે ફલાણા બાદ ઢીંકણો પ્રમુખ બનશે. આ લોકો બાદમાં દેશની લોકશાહીની ચિંતા કર્યે રાખે છે. ભારતીય લોકશાહીએ વિશ્વને પરિવારવાદી પક્ષપ્રણાલી અને વંશ પરંપરાગત લોકશાહીની ભેંટ આપી છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહા નામના ઇતિહાસકાર છે જે વડાપ્રધાન મોદીના સખત આલોચક છે. ભૂતકાળમાં એમણે નરેન્દ્ર મોદીની વિરુધ્ધમાં ઝેર જેવી ખુબ આકરી ભાષામાં લખ્યું છે. એમણે નહેરુ ગાંધી પરિવારનું મહિમામંડન કરતી દળદાર ચોપડીઓ લખી છે. એમણે લખ્યું છે કે મોદી અને અમિત શાહના સત્તા મજબૂતીકરણમાં ગાંધી પરિવાર અને તેમના આસપાસના ખુશામતખોર નેતાઓએ સીધી કે આડકતરી રીતે મદદ કરી છે. રામચંદ્ર ગુહાએ કહ્યું કે ‘ખાનદાનની પાંચમી પેઢી’
આભાર – નિહારીકા રવિયા રાહુલ ગાંધી પાસે ભારતીય રાજકારણમાં ‘કઠોર પરિશ્રમ અને પોતા જાતે પોતાનું સ્થાન બનાવનાર’ નરેન્દ્ર મોદી સામે કોઇ તક નથી. સ્વાભાવિક છે કે ગુહા જેવા ગાંધી પરિવારના ભક્ત કક્ષાના સમર્થકે ખુબ પીડા સાથે આ લખ્યું હશે.
વંશવાદી રાજનીતિનો આથમતો યુગ આજની ભારતીય રાજનીતિની જમીની વાસ્તવિકતા છે. તાજેતરમાં આવેલી હિત ફિલ્મ ‘સુપર ૩૦’ નો નાયક એક સંવાદ બોલે છે કે “અબ રાજા કા બેટા રાજા નહિ બનેગા, વહી બનેગા જો હકદાર હોગા…” આ ફિલ્મ શૈક્ષણિક વિષય પર હતી અને ડાયલોગ પણ તેને સંદર્ભિત હતો, પણ રાજનીતિમાં પણ હવે એ અદ્દલ લાગુ પડી રહ્યું છે.
ક્વિક નોટ – સરદાર વલ્લભભાઈ પટેલે તેમના રાજકીય જીવન દરમિયાન પરિવારને સખત સૂચના આપી હતી કે તેઓ દિલ્હી ન આવે અને તેમનો સરકારી કે રાજકીય બાબતોમાં કોઈ સંપર્ક ન રાખે.
production@infiniumpharmachem.com