હાલનું આબોહવા પરિવર્તન મુખ્યત્વે ગ્લોબલ ર્વોમિંગને કારણે છે, જે અશ્મિભૂત ઇંધણના દહન અને વન નાબૂદી જેવા માનવીય પ્રવૃત્તિઓથી ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે થાય છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ગ્લોબલ ર્વોમિંગ માટે એક મોટું કારણ છે, જે તેના સમગ્ર જીવનચક્ર દરમિયાન મિથેન અને ઇથિલિન જેવા ગ્રીનહાઉસ વાયુઓ મુક્ત કરે છે. દુનિયામાં ગ્લોબલ ર્વામિંગના કારણે ગર્મીનો હાહાકાર વધતો જઈ રહ્યુ છે પ્લાસ્ટિકનું પ્રદુષણ હવે માત્ર સમુદ્ર કે જળસ્ત્રોત સુધી સીમીત નથી, બલકે તે ખેતરોમાં પાક ઉત્પાદનને પણ અસર કરી રહ્યું છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, માઈક્રો પ્લાસ્ટિક છોડમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે. પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો પાંદડા સુધી પહોંચનારી સૂર્યના કિરણના માર્ગમાં બાધક બને છે. આથી માટીને નુકસાન થઈ શકે છે, જેના પર છોડ આશ્રિત હોય છે. જો આ પ્લાસ્ટિક કોઈ માર્ગેથી અંદર ચાલ્યા જાય છે તો પોષકતત્વની સાથે પાણીના પ્રવાહમાં રોડા અટકાવે છે. અને પાકના ઉત્પાદન અને ગુણવતાને અસર કરે છે એથી દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષા પર ખતરો છે. જમીનની સાથે સાથે આ માઈક્રો પ્લાસ્ટિક સમુદ્રી જીવનને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આવનાર અમુક સમયમાં પ્લાસ્ટિકનું ખેતીમાં પ્રદુષણના લીધે વસ્તીને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. કૃષિમાં મલ્ચિંગ સીટ, ટપક સિંચાઈ પાઇપ અને પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો અતિશય ઉપયોગ જમીન અને પાણીને પ્રદૂષિત કરી રહ્યો છે. માઈક્રો પ્લાસ્ટિક જમીનમાં ભળીને તેની ફળદ્રુપતા ઘટાડે છે અને છોડના વિકાસને અટકાવે છે, જે પાક ઉત્પાદનમાં થી સુધીનો ઘટાડો કરી શકે છે.
કૃષિમાં પ્લાસ્ટિક થકી પ્રદૂષણની અસરોઃ
• જમીનની ફળદ્રુપતામાં ઘટાડોઃ માઈક્રો પ્લાસ્ટિક જમીનમાં ભળી જવાથી તે લાંબા સમય સુધી સડતું નથી, જેનાથી જમીનની છિદ્રાળુતા અને પાણી શોષવાની ક્ષમતા ઘટે છે.
• પાક ઉત્પાદન પર અસરઃ માઈક્રો પ્લાસ્ટિક છોડના મૂળ સુધી સૂર્યપ્રકાશ (પ્રકાશસંશ્લેષણ) અને પોષકતત્વો પહોંચવામાં અવરોધ ઉભો કરે છે, જે ઉત્પાદકતા ઘટાડે છે.
• ભૂગર્ભજળ પ્રદૂષણઃ પ્લાસ્ટિકમાંથી મુક્ત થતા હાનિકારક રસાયણો જમીનમાં ઉતરીને ભૂગર્ભજળને ઝેરી બનાવે છે.
• પર્યાવરણીય નુકસાનઃ પ્લાસ્ટિકના કચરાને બાળવાથી ઝેરી ધુમાડો પેદા થાય છે, જે હવાનું પ્રદૂષણ વધારે છે અને ગ્લોબલ ર્વોમિંગમાં વધારો કરે છે
ઉકેલ અને વ્યવસ્થાપનઃ
• બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિકઃ પરંપરાગત પ્લાસ્ટિકને બદલે બાયો-ડિગ્રેડેબલ મલ્ચિંગ સીટનો ઉપયોગ વધારવો જોઈએ
બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક શું છે ?
બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક એ મકાઈના સ્ટાર્ચ, સેલ્યુલોઝ કે વનસ્પતિ તેલ જેવા નવીનીકરણીય સ્ત્રોતોમાંથી બનેલું પર્યાવરણ-મૈત્રીપૂર્ણ મટિરિયલ છે, જે સૂક્ષ્મજીવાણુઓ દ્વારા કુદરતી રીતે પાણી, કાર્બન ડાયોક્સઈડ અને બાયોમાસમાં વિઘટન પામે છે
કૃષિ છેત્રે બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિકની શું ઉપયોગીતા છે ?
કૃષિ ક્ષેત્રે બાયોપ્લાસ્ટિક/ બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક (જેમ કે મકાઈ કે બટાકાના સ્ટાર્ચમાંથી બનાવેલ) પર્યાવરણ-મૈત્રીપૂર્ણ વિકલ્પ છે, જે જમીનમાં દ્રાવ્ય છે અને મલ્ચિંગ ફિલ્મ, રોપાઓની નર્સરી બેગ, અને પેકેજિંગ તરીકે વપરાય છે. તે પરંપરાગત પ્લાસ્ટિકની જેમ માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવ્યા વગર કુદરતી રીતે વિઘટન પામે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. આ ટેક્નોલોજી ખેતીમાં પાકની ઉત્પાદકતામાં વધારવા અને ખેતી ને વધુ નફાકારક બનાવમાં મદદરૂપ થાય છે.
કૃષિમાં બાયોપ્લાસ્ટિકના મુખ્ય લાક્ષણિકતાઓઃ
• બાયોડિગ્રેડેબલ મલ્ચિંગ ફિલ્મઃ આ ફિલ્મ ખેતરમાં જ સડી જાય છે, તેથી પાક લણણી પછી તેને દૂર કરવાની કે બાળવાની જરૂર પડતી નથી, જે મજૂરી ખર્ચ બચાવે છે.
• નર્સરી અને પોટિંગ બેગ્સઃ છોડ ઉછેરવા માટે વપરાતી આ બેગ્સ જમીનમાં રોપતી વખતે દૂર કરવાની જરૂર નથી, કારણ કે તે છોડના મૂળ સાથે જ જમીનમાં ભળી જાય છે.
• પેકેજિંગ મટિરિયલઃ ફળ-શાકભાજીના પેકિંગમાં, જે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડે છે.
• કુદરતી વિઘટનઃ આ પ્લાસ્ટિક ચોક્કસ પરિસ્થિતિઓમાં (માટી, ખાતર અથવા પાણીમાં) સૂક્ષ્મજીવો દ્વારા કુદરતી રીતે વિઘટિત થાય છે
• જમીન આરોગ્યઃ તે જમીનમાં ઝેરી કેમિકલ્સ ઉમેરતું નથી, જે લાંબા ગાળે જમીનની ગુણવત્તા સુધારે છે.
મર્યાદા: બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિકને સંપૂર્ણપણે નાશ પામવા માટે ઘણીવાર ચોક્કસ તાપમાન અથવા ભેજયુક્ત હવામાનની જરૂર પડે છે, અને જો તે યોગ્ય રીતે વિઘટન ન પામે તો કચરો બની શકે છે.
બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક ખેતીમાં ટકાઉપણું લાવવા અને પર્યાવરણને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા માટે ભવિષ્યનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તે મુલ્ચિંગ ફિલ્મ્સ, નર્સરી પોટ્‌સ અને ખાતરની બેગ તરીકે ઉપયોગી છે, જે જમીનમાં કુદરતી રીતે ભળી જઈને ખાતરમાં ફેરવાય છે, જેથી ખેતરમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો થતો નથી.