અમરેલી જિલ્લામાં પોલીસ બેડામાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા મોડી રાત્રે ૧૫૯ પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. લાંબા સમયથી આ બદલીઓની રાહ જોતા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સામૂહિક ધોરણે કરવામાં આવેલી અરસપરસ બદલીઓથી જિલ્લાના પોલીસ તંત્રમાં નવી ગોઠવણ સર્જાઈ છે. આ બદલીઓ અમરેલી શહેર ઉપરાંત પીપાવાવ કોસ્ટલ મરીન પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કરવામાં આવી છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, લાઠી, બગસરા, ધારી અને ચલાલા સહિતના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.








































