ચીતલની પરિણીતા પર અમદાવાદમાં સાસરિયાઓએ અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં નણંદે ગાળો આપી હતી તેમજ પતિ સહિતના અન્ય સાસરિયાઓએ કરિયાવર બાબતે મેણા-ટોણા માર્યા હતા. પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી, પરિણીતાને પહેરેલા કપડે જ ઘરેથી કાઢી મૂકી હતી.આ બનાવ અંગે અંજનાબેન માવજીભાઈ પરમાર (ઉ.વ.૩૫)એ અમદાવાદમાં રહેતા પતિ મહેન્દ્રભાઇ ઉર્ફે રાહુલભાઇ નવીનભાઇ મહેરીયા, સાસુ પારૂલબેન, નણંદ રેખાબેન દિનેશભાઇ પરમાર, નણંદોયા દિનેશભાઇ હરીભાઇ પરમાર, નણંદના દીકરા જેનીલ અને કાકાજી સસરા જગદીશભાઇ જીવાભાઇ મહેરીયા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, લગ્ન સમયગાળા (તા. ૦૭/૧૨/૨૦૨૧ થી તા. ૧૬/૦૫/૨૦૨૫) દરમિયાન અમદાવાદ મુકામે સાસરિયાઓએ કોઈ પણ વાંક વગર ઘરકામ તેમજ કરિયાવર બાબતે અવારનવાર મેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. પતિ અને નણંદ ગાળો આપતા હતા, તેમજ પતિએ ઢીકાપાટુનો મૂઢમાર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી પહેરેલા કપડાં સાથે ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના છજીં બી. કે. સોળીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































