બાબરા તાલુકાના કરિયાણા ગામ ખાતે જિલ્લા પંચાયત સીટ વિસ્તારના ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તેમજ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કરિયાણા સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં આઈસ્ક્રીમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યાં હતા.