(૧)દિલ કે ઝરોખે મેં તુજકો બીઠાકે રખુંગા દિલ કે પાસ. આ ઝરોખો કેટલો મોટો હશે ? – જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
બેસે પછી ખબર પડે.
(૨)નેતાઓના વાયદા અને પોલીસના કાયદા વચ્ચે અંતર શું?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
ભેગાભેગ વેપારીના ફાયદા વિશે પણ પૂછી લીધું હોત તો મારે અલાયદા જવાબ ન આપવા પડત.
(૩)કાજલથી કાળું શું છે?
હરેશભાઈ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
મેં પૂછ્યું તો કાજલના પપ્પાએ કાજલના મમ્મીનું નામ દીધું!
(૪)કેટલામાં માળના ફ્‌લેટમાં રહેવું ઉત્તમ ગણાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
જ્યાંથી નીચે નજર કરીએ તો નીચે સ્ત્રી ઊભી છે કે પુરુષ એ ખબર પડી જાય એટલામાં માળે.
(૫)ધારો કે હું ચૂંટણીમાં ઊભો રહ્યો. તો તમે મને મત આપો?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
ગમે એટલા પ્રયત્ન્‌ કરું પણ મારાથી એવું ધારી શકાતું નથી.
(૬)આગળ વધવા શું કરવું?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
પહેલા એક પગ આગળ મૂકો પછી બીજો પગ આગળ મૂકો પછી ત્રીજો અને ચોથો પગ ન હોય તો ફરીથી પહેલો અને બીજો પગ આગળ મૂકો. એમ કર્યા કરો.
(૭)મારા એક સંબંધી કેનેડા રહે છે. તમારે કેનેડા વિશે કાઈ જાણવું છે? – દર્શન પટેલ (વડોદરા)
હા, સંબંધીને પૂછી લો ને કે ત્યાં સાસુ વહુ રોજ ધબધબાટી બોલાવે?!
(૮)તમને કોઈ અમેરિકન મળે તો એને શું સવાલ પૂછો?
જય દવે (ભાવનગર)
અમેરિકામાં કાર પાછળ કૂતરાં દોડે?
(૯)ભાઈ શ્રી! તમે અમારા સવાલોના જવાબ ના આપો તો અમારું શું થાય? – બાલુભાઈ કિકાણી (લીલિયામોટા)
મને પણ એવો વિચાર આવે છે. તમે સવાલ ના પૂછો તો મારું શું થાય?
(૧૦)સાહેબ..! છપ્પનભોગ એટલે શું?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
છપ્પન એટલે ફિફટી સિક્સ.. ભોગ એટલે શું એ ન સમજાય તો ભોગ મારા અને તમારા!
(૧૧)સાહેબ..! વિચારવાનું મન ક્યારે થાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
મગજ ધડે હોય ત્યારે.
(૧૨)સાહેબ..! દિલનો તાર કોની સાથે જોઈન્ટ હોય છે?
ધોરાજીયા કેવિન એન. (સાજણટીંબા કેનેડા)
એ તારનું ફિન્ડલું પડ્‌યું ખૂણામાં.
(૧૩)દયનીય સ્થિતિને “ભગવાન ભરોસે” કહેવાય છે; આમાં ભગવાનની માનહાની ના કહેવાય?
કનુભાઈ પરમાર (દામનગર)
આ સવાલથી તમે મારી સ્થિતિ દયનીય બનાવી દીધી છે.
(૧૪)ફિલ્મ ‘શોલે’માં વીરુ બસંતીને નાચવાની કેમ ના પાડે છે?
ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલ (મધવાસ જિ-મહીસાગર)
એ એમ પણ કહે છે કે કુત્તો કે સામને મત નાચ અને આપણે સામે બેઠા બેઠા તાળીઓ પણ પાડીએ છીએ!!
(૧૫) પેલા જમાનામાં પતિ પત્ની એક બીજાના નામ લઈ ને કેમ ના બોલાવતા ? – રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
પેલા નામ સાવ દેશી હતા એટલે.. !
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..