જૂનાગઢ જિલ્લાના તરશિંગડા ગામની વિનય વિદ્યા મંદિર હાઇસ્કૂલમાં ‘વિકસિત ભારત-૨૦૪૭’ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ૧૫ જેટલા વિવિધ વિષયો પર મનમોહક ચિત્રો દોરી પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી હતી. સ્પર્ધામાં લાલુકિયા હેમાંગીબેને પ્રથમ, લાલુકિયા તમન્નાબેને દ્વિતીય અને ભરડા ઉમંગભાઈએ
તૃતીય ક્રમ મેળવ્યો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.