આ પહેલાંના ડાબેરી કલાકારો, ઇતિહાસકારો, બુÂધ્ધજીવીઓનાં નિવેદનો જોઈશું તો એક નિશ્ચિત ક્રમ-એક પેટર્ન જણાશે. મોદી સરકાર આવ્યા પહેલાં આ ડાબેરી કલાકારો, ઇતિહાસકારો અને બધ્ધિજીવીઓ કરવા ચોથ, રામાયણ, મહાભારત, મનુસ્મૃતિ વિશે સ્વચ્છંદી રીતે બોલતા હતા પરંતુ ૨૦૧૪માં મોદી સરકાર આવ્યા પછી તેઓ બેબાકળા બન્યા છે. જોકે સાશિયલ મીડિયા લીધે આ બધાંનાં બેવડાં ધોરણો ખુલ્લાં પડી રહ્યાં છે. મીડિયા કાંગ્રેસ સમર્થિત ચાટુકાર પત્રકારોના હાથોમાં હતું. તેથી પૂણેમાં ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ થયો હોય તો માત્ર હિન્દુ યુવતી અને સાથે ઊભેલી મુસ્લિમ યુવતીએ વાત કરી તે જ બતાવે. સાશિયલ મીડિયામાં જાણ થઈ જાય છે કે એ કાર્યક્રમમાં રાહુલ ગાંધીનો ‘મને સ્કાર્ફ પહેરવા સમાજ દબાણ કરે છે’ તેવું કહેનાર હિન્દુ યુવતી પ્રત્યે કેવો અભિગમ હતો અને ‘હિજાબ પહેરવો જોઈએ કે નહીં’ તેવું પૂછનાર મુસ્લિમ યુવતી પ્રત્યે કેવો અભિગમ હતો.
કૃતિ સેનન ઈદ પર સંપૂર્ણ શરીર ઉપરાંત માથું ઢાંકીને પડાવેલા ફાટા સાથે શુભેચ્છા આપે છે, પરંતુ રક્ષાબંધનની જાહેરખબરમાં પોતાના ભાઈને બ્રાલેટમાં રાખડી બાંધે છે. અને સાથે શ્વાનને પણ. આ બંને તસવીરો એક જ તસવીરમાં મૂકીને લોકો કહે છે કે આ જુઓ, કૃતિ સેનનનાં બેવડાં ધોરણો.
આ બધા પાછળ રહેલો છે નવ માર્ક્સવાદ અથવા કલ્ચરલ માર્ક્સવાદ જેને હું કલ્ચરલ ટેરરિઝમ કહું છું- સાંસ્કૃતિક આતંકવાદ. ખ્રિસ્તીઓ અને હિન્દુઓને તેમનાં મૂળિયાંથી જુદા કરો. તેમને કલ્ચરલ શાક આપો.
આ કાલમમાં આપણે જોઈ ગયા છીએ કે પ્રથમ વિશ્વ યધ્ધ પછી જ્યારે ભૂમિ પતિ અને કૃષિ શ્રમિકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ ન થયો ત્યારે સોવિયેત સંઘના લિઓન ટ્રાટસ્કી, ઇટાલીના એન્ટોનિયો ગ્રામસ્કી, હંગેરીના જ્યાર્જી (જ્યાર્જ પણ કહેવાય છે) લ્યુકાક્સે આ નવ માર્ક્સવાદ વિકસાવ્યો.
જ્યાર્જ લ્યુકાક્સ હંગેરીમાં વિદ્રોહ થયા પછી શિક્ષણ અને સંસ્કૃતિ પ્રધાન બની ગયો. તેણે પહેલું કામ કર્યું બાળકોને સંસ્કૃતિથી વિમુખ કરવાનું. એટલે બાળકોમાં સેક્સ શિક્ષણ દાખલ કર્યું. તેના માટે તેણે ગ્રાફિક સેક્સ્યુઅલ સામગ્રી એટલે કે ફાટા દ્વારા દેખાડવાનું શરૂ કર્યું. આથી હંગેરીમાં તેનો વિરોધ થયો. જ્યાર્જી લ્યુકાક્સની આ પધ્ધતિનો વિરોધ સોવિયેત સંઘના સામ્યવાદીઓના આકા (વ્લાદિમીર) લેનિન અને ગ્રિગોરી ઝિનોવિએવે પોતે કરેલો. ઝિનોવિએવે જ્યાર્જી લ્યુકાક્સના કામને જાહેરમાં ‘અલ્ટ્રા લેફિ્ટઝમ’ કહેલું !
આજે ભારતના વિપક્ષો યોગેન્દ્ર યાદવના સંકેત પર જે કરી રહ્યા છે, અને બાંગ્લાદેશના વિપક્ષો જે અગાઉ કરી ચૂક્યા છે, તે થિયરી જ્યાર્જી લ્યુકાક્સે આપેલી છે. જ્યાર્જી લ્યુકાક્સે છેક ઈ. સ. ૧૯૨૦ના દાયકાની શરૂઆતમાં કહેલું કે ક્રાંતિકારીઓએ (એટલે કે સામ્યવાદીઓએ) સંસદ અને કાનૂની પ્રણાલિઓ જેવાં બુર્જુવા (મધ્યમ વર્ગીય) સંસ્થાઓનો અસ્વીકાર કરી દેવો જોઈએ.
આઆપના પૂર્વ નેતા અને ‘સલીમ’ તરીકે જાણીતા આંદોલનજીવી યોગેન્દ્ર યાદવે કહેલું કે હવે સત્તા સડક પરથી જ ચાલશે. ૨૦ જુલાઈએ જંતરમંતર પર જે પ્રજાતિ ઉમટેલી તે એસએફઆઈ (સ્ટુડન્ટ્સ ફૅડરેશન આૅફ ઇન્ડિયા) અને આઇસા (આૅલ ઇણ્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન)ની ‘મનુવાદ’, ‘બ્રાહ્મણવાદ’નો વિરોધ કરીને કાશ્મીરને સ્વતંત્ર કરવાના શેખચલ્લી સપનાં જોતી ડફલી ગેંગ હતી. જંતરમંતર પર હિંસા કરનારા ડાબેરી ગુંડાઓને રોકવા પોલીસે બળપ્રયોગ કર્યો. તેની તપાસ કરવા સર્વોચ્ચ ન્યાયાલયે સમિતિ રચી. તેના સભ્યો સામે કાકરોચ જનતા પાર્ટીના સૌરવ દાસે પ્રશ્ન ઉઠાવ્યો હતો. અગાઉ ન્યાયમૂર્તિ યશવંત વર્મા તેમના ઘરે લાગેલી આગમાં કરોડો રૂપિયા બળી ગયા. સર્વોચ્ચ ન્યાયાલયની તપાસમાં તેઓ દોષી ઠર્યા તો કપિલ સિબલે તપાસની વૈધતા (કાયદેસરતા) સામે જ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તે બંધારણીય રીતે પ્રાસંગિક નથી. રાહુલ ગાંધી આણિ મંડળી સંસદ ચાલવા નથી દેતી. આ મંડળી તેમને કઠે તેવા પ્રશ્ન કરનારને ગોદી મીડિયા ગણાવી દે છે. આમ, અત્યારે આ લોકો લોકતંત્રના ચારે સ્તંભને કામ કરતાં અટકાવવા તરફ છે.
લોકો જેને એકદમ ઉગ્ર સામ્યવાદીઓ માને છે તેવા લેનિન અને ઝિનોવિએવની દૃષ્ટિએ જો જ્યાર્જી લ્યુકાક્સ ઉગ્ર સામ્યવાદી હોય તો તો લ્યુકાક્સને ઉગ્ર સામ્યવાદીનો વર્ગ (પ્રા મેક્સ) માનવો પડે ને ! સામ્યવાદીઓ માટે પ્લસ પાઇન્ટ એ રહ્યા કે તેમણે પહેલેથી બાળકો, શિક્ષણ, નાટક-મનોરંજન અને સાહિત્યને પકડી લીધાં, જેનાથી ખ્રિસ્તીઓ અને હિન્દુવાદીઓ બહુ વર્ષો સુધી દૂર રહ્યા અને આજે પણ કદાચ એટલા બધા નજીક તો નથી જ. આજે જો જમણેરી સિનેમાની વાત થતી હોય તો તે લાવનાર વિવેક રંજન અગ્નિહોત્રી તેમનાં કાલેજનાં વર્ષોમાં ડાબેરી અને નક્સલી રહી ચૂક્યા છે અને એટલે જ આટલી સચોટ રીતે તેમણે ‘અર્બન નક્સલી’ શબ્દ આપ્યો છે. આ જ રીતે ગાયક અને અભિનેતા પીયૂષ મિશ્ર તેમજ અભિનેતા તેમજ ભાજપના નેતા
આભાર – નિહારીકા રવિયા મિથુન ચક્રવર્તી પણ ભૂતકાળમાં સામ્યવાદી રહી ચૂક્યા છે.
જ્યાર્જી લ્યુકાક્સ કળા સાથે સંકળાયેલા આવા એક ‘સનડે સર્કલ’નો મુખ્ય કર્તાધર્તા હતો. આ સર્કલ રશિયાના લેખક ફ્યોદોર દોસ્તોવસ્કી (જેની રચનાઓ પરથી ઘણી હિન્દી ફિલ્મો બની છે, દા. ત. રાજ કપૂરની ‘છલિયા’ અને ‘ફિર સુબહ હોગી’, શેખર કપૂરની ‘નઝર’, ૧૯૯૨ની શાહરુખ ખાનની અજાણી ફિલ્મ ‘ઇડિયટ’, સંજય લીલા ભણશાળીની ‘સાંવરિયા’, અભય દેઓલ-સોહા અલી ખાનની ‘આહિસ્તા આહિસ્તા’)ની રચનાઓ પરથી સાંસ્કૃતિક કૃતિઓ બનાવવાનું કામ કરતું. સનડે સર્કલ કથિત
સાંસ્કૃતિક કાર્યક્રમોને સ્પાન્સર કરતું. ડાબેરીઓ પૈસા અને એકબીજાને નામ ખૂબ આપે. ઘણા જમણેરીઓ અને મૂડીવાદીઓ એ બાબતે ખૂબ જ લુચ્ચા. પૈસા આપવામાં બહુ ન માને. એકબીજાને પ્રમાટ કરવામાં પણ ન માને.
ડાબેરીઓ ત્રાસવાદીઓને બચાવવા માનવતાને ઢાલ તરીકે આગળ ધરે અને ફાંસીની સજાનો વિરોધ કરે. પરંતુ જ્યાર્જી લ્યુકાક્સ જ્યારે હંગેરી સોવિયેત રિપબ્લિકની લાલ સેના (રેડ આર્મી)નો વડો હતો ત્યારે તેણે પોતાના જ આઠ સૈનિકોને દેહાંત દંડની સજા અપાવેલી. હંગેરી સાવિયેત રિપબ્લિક એટલે હંગેરીનો એવો પ્રદેશ હતો જ્યાં સામ્યવાદીઓ અને સમાજવાદીઓ ભેગા મળીને રાજ કરતા હતા. આ પ્રદેશ ટૂંકા ગાળા પૂરતો જ રહ્યો. રોમાનિયા અને ઝેકોસ્લોવાકિયાએ હંગેરી સાવિયેત રિપબ્લિકને જીતી લીધું.
આથી લ્યુકાક્સને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. ઈ. સ. ૧૯૧૯ આસપાસ લ્યુકાક્સ હંગેરીથી ભાગીને વિએના ગયો. ત્યાં તેની ધરપકડ થઈ પરંતુ અહીં બધ્ધિજીવીઓ કવર ફાયર માટે આગળ આવ્યા. લેખકો થોમસ અને હેન્રિચે તેને દેશનિકાલ થતા બચાવી લીધો.
અહીં લ્યુકાક્સની વાત અટકાવીને બીજા એક તેના સમકાલીન નેતાની વાત કરી લઈએ. જ્યારે લ્યુકાક્સ વિએનામાં હતો ત્યારે તેના જેવા જ વિચારવાળો બીજો એક નેતા પણ ત્યાં હતો – એન્ટોનિયો ગ્રામસ્કી. રાહુલ ગાંધીના મોસાળ ઇટાલીનો વતની.
ઇટાલી કમ્યૂનિસ્ટ પાર્ટીનો સ્થાપક અને નેતા. સોવિયેત સંઘના એક ક્રાંતિકારી (જેના નામ પરથી સામ્યવાદની માર્ક્સવાદ, માઓવાદ, જેવી એક શાખા છે- ટ્રાટસ્કી) લિઓન ટ્રાટસ્કીએ પોતાના પુસ્તક ‘પ્રાબ્લેમ્સ આૅફ ઍવરીડે લાઇફ’માં કહેલું કે પશ્ચિમ યુરોપમાં મૂડીવાદનાં મૂળિયાં એટલાં જામેલાં છે કે ત્યાંનો સમાજ મધ્યમ વર્ગીય ટેવો અને પરંપરાઓથી ઓતપ્રોત છે. આથી ત્યાં ક્રાંતિકારી પ્રક્રિયા (એટલે કે સામ્યવાદી ક્રાંતિ) કરવી અઘરી પડે છે. હવે સમજ્યા મિત્રો, કે સ્વતંત્રતા પછીથી અને ૨૦૧૪ પછી બમણા વેગથી આ સામ્યવાદી કલાકારો, નાટક કરનારાઓ, સાહિત્યકારો, જાહેરખબર બનાવનારાઓ, પુસ્તક લખનારાઓ, પ્રાધ્યાપકો કેમ ભારતીયોને- વિશેષતઃ બહુમતી વર્ગને પોતાની પરંપરાથી વિમુખ કરવા આદુ ખાઈને મંડી પડ્યા છે? તેનું મૂળ ટ્રાટસ્કીના પુસ્તકમાં છે.
અને ભારતમાં આ ટ્રાટસ્કીવાદી એક નેતા છે તેનું નામ છે કેડ્રિક. તેમનાં પાર્ટનર મીના કાંડાસામીએ ડાબેરી વેબસાઇટ ‘ધ વાયર’માં આજથી બે વર્ષ પહેલાં લખી દીધેલું, ‘The Radical Rahul Gandhi Nobody Expected’ (કટ્ટર રાહુલ ગાંધી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી). આ લેખમાં તેમણે લખેલું કે તેમના પતિ કાંગ્રેસને બુર્જુઆ પાર્ટી એટલે કે મધ્યમ વર્ગમાં માનતી પાર્ટી માનતા હતા. કેડ્રિકને ખબર પડી કે મીના રાહુલ ગાંધીને મળવા જવાનાં છે, તો તેમણે કહ્યું કે “કોઈ ફાયદો નથી.” મીનાએ કહ્યું, “મારા (અર્બન નક્સલો) મિત્રો જેલમાં છે, મારા મિત્રોનાં માતાપિતા જેલમાં છે.” અહીં વાત ભીમ-કોરેગાંવ કેસની હતી. મીનાએ આગળ કહ્યું, “અને આપણે બધાં દ્વાર ખટખટાવી જોયાં છે. મને લાગે છે કે આ માણસ (રાહુલ ગાંધી) સહાય કરશે.”
ગુજરાતમાંથી જિજ્ઞેશ મેવાણીએ મીના કાંડાસામીની મુલાકાત રાહુલ ગાંધી સાથે ગોઠવી આપી. વિચાર કરો કે જિજ્ઞેશ મેવાણી રાહુલ ગાંધીની કેટલા નજીક હશે. તે મુલાકાત પરથી જ મીનાએ પોતાનો અનુભવ લખ્યો. મીનાએ લખ્યું છે કે રાહુલ ગાંધી જેટલા કટ્ટર સામ્યવાદી નેતા કાંગ્રેસના ન હોઈ શકે. તે તો સામ્યવાદી પક્ષમાં ટીચાઈને તૈયાર થયા હોય તે જ હોઈ શકે.
મીનાના પતિના આદર્શ એવા ટ્રાટસ્કીએ વિચાર આપ્યો કે પહેલાં તો પશ્ચિમ યુરોપના લોકોને તેમના મૂળિયાંથી અલગ કરો.
એન્ટોનિયો ગ્રામસ્કીએ પણ આ જ વિચાર સાથે કલ્ચરલ હેગેમનીની થિયરી આપી. તેણે કહ્યું કે આ જે મધ્યમ વર્ગ (બુર્જુઆ) તે હિંસા, આર્થિક બળ કે બળજબરી વગર વિચારધારાનો ઉપયોગ કરીને સંસ્કૃતિ દ્વારા જીત મેળવે છે. ભારત વિશે ચીનના વિદ્વાન હુ શિહે કહ્યું હતું કે ભારતે સૈન્ય દ્વારા નહીં, પરંતુ આધ્યાત્મિક શિક્ષણ અને વિચારોના શાંતિપૂર્ણ આદાનપ્રદાન દ્વારા ચીન પર ૨૦ સદી એટલે કે ૨,૦૦૦ વર્ષ શાસન કર્યું. ૧૯૯૧માં આર્થિક ઉદારીકરણ પછી અમેરિકા સાંસ્કૃતિક રીતે વિશ્વે પર રાજ કરે છે.
ગ્રામસ્કી માર્કસ વિચારને જ આગળ વધારવા માટે તેના આર્થિક નિયતિવાદના સિધ્ધાંતથી અલગ પડ્યો. એટલે તેને નિઓ (નવ) માર્ક્સિસ્ટ કહેવાય છે. તેણે લખ્યું હતું કે લોકો પાસે (સામ્યવાદી) ક્રાંતિ કરાવવી હોય તો તેમના મનમાંથી ખ્રિસ્તી વિચારો કાઢી નાખો. આ વિચારો જીવનના દરેક ક્ષેત્રમાં છે. એટલે કે ચર્ચ, સરકાર, ન્યાયાલય, રાજકીય પક્ષો, શાળાઓ અને વિશ્વ વિદ્યાલયો, કાર્પોરેશનો, કાર્ય સ્થળો, મનોરંજન, મીડિયા, કળા, સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ.
પણ આ નવ માર્ક્સવાદ દુનિયાભરમાં ફેલાયો ક્યાંથી? તેના માટે ફરી લ્યુકાક્સની વાત કરવી પડશે. લ્યુકાક્સને વિએનામાંથી પણ દેશનિકાલ કરાયો કારણકે ત્યાં પણ તેનાં લખણ ઝળકાવ્યા વગર તે નહોતો રહી શક્યો. વિએનાથી તે બર્લિન ગયો. અહીં તેનું નસીબ પાધરું થવાનું હતું અને વિશ્વનું ખરાબ. એટલે તેને જર્મનીની ફ્રૅન્કફર્ટ યુનિ.નો સાથ મળી ગયો. અહીં તેણે માર્ક્સવાદી બુધ્ધિજીવીઓને એકઠા કર્યા. તેણે ઇન્સ્ટિટ્યૂટ આૅફ સાશિયલ રિસર્ચ નામની સંસ્થા બનાવી જે આગળ જતાં ફ્રૅન્કફર્ટ સ્કૂલ તરીકે જાણીતી બની. જોકે જર્મનીમાં સત્તામાં આવેલા હિટલરે જે પામી લીધું તે અમેરિકાના મૂડીવાદીઓ પામી ન શક્યા. હિટલરે તેના પર પ્રતિબંધ મૂકતાં, તેઓ ત્યાંથી અમેરિકા ગયા અને કાલંબિયા યુનિ.એ તેમને આશ્રય આપ્યો. ત્યાં રહીને તેઓ અમેરિકાના શિક્ષણમાં આ નવ-માર્ક્સવાદને ઘૂસાડવામાં સફળ રહ્યા. (૨૦૨૪માં ઇઝરાયેલ વિરોધી દેખાવો કાલંબિયા યુનિવર્સિટીમાં કેમ થયા હતા તે સમજવું હવે અઘરું નથી) તેમણે બનાવેલી ક્રિટિકલ થિયરી વિશ્વમાં ઘણી જગ્યાએ ભણાવાય છે. ગ્રામસ્કીના મહિલાઓ, અપરાધીઓ અને વંશીય તેમજ પંથીય લઘુમતીના નવા સર્વહારા વર્ગ (શ્રમિક વર્ગ)ના દાયરાને જર્મનીના હર્બટ માર્કુઝે વધારી તેમાં સજાતીય સંબંધોવાળા અને ટ્રાન્સસેક્સ્યુઅલ લોકોને પણ જોડી દીધા.
આથી જ, અમેરિકામાં ભલે સામ્યવાદી પક્ષ પર પ્રતિબંધ હોય, પણ ડેમોક્રેટિક પાર્ટી અને અંશતઃ રિપબ્લિકન પાર્ટી, અમેરિકાનું શિક્ષણ તંત્ર, ન્યાયતંત્ર, સીએનએન જેવું મીડિયા અને હાલિવૂડ ઇત્યાદિ આ ડાબેરીઓના વર્ચસ્વવાળું જ છે. ત્યાંથી શરૂ થઈ બધાં બંધન ફગાવી દોવાળો નકલી મહિલાવાદ (ફેમિનિઝમ), બધી પરંપરા ફગાવી દો, અપરાધીઓને માનવીય દૃષ્ટિએ જુઓ, પોલીસ અને સેનાને અત્યાચારી માનો અને માત્ર ભોગ ભોગવો, સેક્સ ચેન્જ કરી નાખો, બાળકો ન ઉત્પન્ન કરો, પાર્ન, ડ્રગ્સ ઇત્યાદિવાળી માનસિકતા, જે ભારતમાં જેન ઍક્સ અને ઝીમાં જડ જમાવી ચૂકી છે.
તમે જોયું હશે તો ભારતમાં સ્વતંત્રતા પછીથી સામ્યવાદીઓએ ઉપરોક્ત દરેક ક્ષેત્રમાંથી હિન્દુ વિચારને કાઢવા માટે ખૂબ જ આયોજનપૂર્વક ઝીણવટભર્યું કામ કર્યું છે. સરકાર સિવાયના ઉપરોક્ત દરેક ક્ષેત્રમાં સામ્યવાદી વિચારસરણીવાળા જ બેઠા છે. સરકારમાં-ભાજપમાં મોદી-અમિત શાહ જેવા કેટલા તે પ્રશ્ન છે. પરંતુ મોદી-અમિત શાહ છે ત્યાં સુધી આ સંપૂર્ણ ક્રાંતિ થઈ શકવાની નથી. ૨૦૨૪માં પણ એનડીએનું પુનરાગમન થયું પછીથી, વિશેષતઃ ૨૦૨૫માં દિલ્લીમાં આઆપનો પણ સફાયો થયો, બિહારમાં નીતીશકુમારના બદલે ભાજપની સત્તા આવી ગઈ, મહારાષ્ટ્ર-હરિયાણામાં પણ ભાજપનો વિજય થયો તે પછી આ લોકો બેબાકળા બન્યા છે. પરંતુ આ વિચાર વિકૃતિનો ઉકેલ રાજકીય સત્તાથી આવવાનો નથી, વૈચારિક ક્રાંતિથી જ આવશે. jaywant.pandya@gmail.com











































