સાવરકુંડલાના વાંશીયાળી ગામના યુવકની પત્ની રીસામણે ગઈ હતી. પતિ તેડવા જવા છતાં સાથે આવવાની ના પાડી હતી, જેથી લાગી આવતાં તેણે ઝેરી દવા પી લીધી હતી. નરેશભાઈ અમરાભાઈ બગડા (ઉ.વ. ૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની રીસામણે જતી રહી હતી. અવારનવાર તેઓ પોતાની પત્નીને તેડવા માટે ગયા હતા, પરંતુ પત્નીએ આવવાની ના પાડી હતી. જેથી તેમને મનમાં લાગી આવતાં પોતાના ઘરે કપાસમાં નાખવાની જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એમ. વિંઝુડા વધુ તપાસ કરી રહ્યા છે.