રાજુલા શહેરમાં જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા સ્વામિનારાયણ મંદિરથી હઠીલા હનુમાન મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સંતો-મહંતોની પૂજા-અર્ચના અને મટકી ફોડ સાથે શરૂ થયેલી યાત્રામાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પરિવાર સાથે તથા ધારાસભ્ય હીરાલાલ સોલંકી સહિત આગેવાનો જોડાયા હતા. ઉત્સવ બેન્ડ, કથક નૃત્ય, નાસિક ઢોલ અને વિવિધ સમાજની ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુસ્લિમ સમાજે શરબત-પાણીનું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.








































