ગોંડલના આઇકોનિક લોકમેળા દરમિયાન થયેલી ચકચારી હત્યા કેસમાં પોલીસે સઘન કાર્યવાહી કરીને મુખ્ય હુમલાખોર રાહુલ રાજુ ડોડિયા સહિત ૮ આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રૂરલ એલસીબી અને ગોંડલ સિટી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંચ પુખ્ત વયના આરોપીઓ અને ત્રણ સગીરોને ઝડપી લીધા છે. આઈજી નિરલિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પોલીસે મેળાના સ્થળે મુખ્ય આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરી કાયદાકીય તપાસ વધુ તેજ બનાવી છે. કેસમાં સંડોવાયેલા ફરાર આરોપી મિલન જોટંગિયાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.