ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં ગુજરાત ભાડા બિલ-૨૦૨૬ પસાર થઈ ગયું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ બિલ ગૃહમાં રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલમાં મકાન માલિક અને ભાડૂઆતના હિતોના રક્ષણ માટે ભાડા સત્તામંડળની રચના કરવાની જાગવાઈ કરવામાં આવી છે.નવા કાયદામાં મહત્વની જાગવાઈ આજે વિધાનસભા ગૃહમાં પસાર થયેલા નવા ગુજરાત ભાડા બિલ ૨૦૨૬મા ઘણી મહત્વની જાગવાઈ કરવામાં આવી છે. – લેખિત ભાડા કરાર ફરજીયાતઃ કોઈપણ મકાન કે વ્યાવસાયિક જગ્યા માટે લેખિત ભાડા કરાર કરાવવો ફરજીયાત રહેશે. – માહિતી આપવી પડશેઃ આ કરાર થયા બાદ બે મહિનામાં મકાન માલિક અને ભાડૂઆતે સંયુક્ત રીતે ભાડા સત્તામંડળને જાણ કરવી પડશે. – સિક્યુરિટી ડિપોઝિટઃ મકાન માલિક વધુમાં વધુ માત્ર ત્રણ મહિનાની ભાડા રકમ ડિપોઝિટ તરીકે લઈ શકશે.- વિવાદનો ઉકેલઃ મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે કોઈ વિવાદ થાય તો અલગ ભાડા કોર્ટ અને ભાડા ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે.- જરૂરી સેવાઓઃ માન માલિક વીજળી કે પાણી જેવી જરૂરી સેવાઓ બંધ કરી શકશે નહીં. આ સિવાય મનસ્વી રીતે મકાનની અંદર પ્રવેશ કરી શકશે નહીં.- મરામતની જવાબદારીઃ મકાનના માળખાકીય સમારકામની જવાબદારી મકાન માલિક કરશે જ્યારે દૈનિક જાળવણીની જવાબદારી ભાડૂઆતની રહેશે.- ડિપોઝિટ પરત કરવાની મર્યાદાઃ જ્યારે ભાડૂઆત મકાન ખાલી કરે તો મકાનમાલિકે જરૂરી કપાત બાદ તમામ રકમ ૧ મહિનામાં ભાડૂઆતને પરત કરવાની રહેશે.- ભાડૂઆતની પ્રાઇવેસીઃ મકાન માલિક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે સમયે મકાનમાં પ્રવેશ કરી શકશે નહીં. મકાનમાં પ્રવેશ કરતા પહેલા ૨૪ કલાક અગાઉ ભાડૂઆતને નોટિસ આપવી પડશે.- ડબલ ભાડુંઃ જા ભાડા કરારની મુદ્દત પૂરી થઈ જાય કે કરાર રદ્દ થાય છતાં ભાડૂઆત મકાન ખાલી ન કરે તો તેણે બમણું ભાડું ચુકવવું પડશે.









































