બગસરા બાયપાસ રોડ મચ્છુમાના મંદિર પાસે રિક્ષા ખાડામાં ઉતરી જતાં ૫ મહિનાની બાળકીનું સારવારમાં મોત થયું હતું. રફાળાથી નડાળા ગામે જતી વખતે આ બનાવ બન્યો હતો. આ અંગે નડાળા ગામે રહેતા ઘુંઘાભાઇ સામતભાઇ મુંધવા (ઉ.વ.૩૪)એ જાહેર કર્યા મુજબ, તેમના સગા નાના ભાઇ ગોબરભાઇ તથા તેના પત્ની, બાળકો સાથે કેરી CNG રિક્ષામાં બેસી રફાળાથી નડાળા ગામે જતા હતા. આ સમયે અચાનક રિક્ષા ખાડામાં ઉતરી જતા પાંચ મહિનાની બાળકીને શરીરે ઇજાઓ થતા સારવાર દરમિયાન મરણ પામી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.જે. બાલસરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.