બગસરાના નવા વાઘણીયા ગામે, જાનકી ડેરી પાસે રોડ ઉપર મોટી કુંકાવાવના યુવકની બાઈક સ્લીપ થતાં માથામાં ઈજા થવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોટી કુંકાવાવમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ તલસાણીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ હરેશભાઈ બાબુભાઈ તલસાણીયા (ઉ.વ.૩૮)ની મોટર સાયકલ અચાનક સ્લીપ મારી જતા રસ્તાની સાઇડમાં પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી ડી વાળા વધુ તપાસ કરી રહ્યા છે.