સાવરકુંડલા શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે બાતમીના આધારે નેસડી રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિમલભાઇ કાળુભાઇ આંબલીયા (ઉ.વ.૩૦)એ પોતાના રહેણાંક મકાનમાં દારૂનો આ જથ્થો છુપાવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની બોટલ તેમજ પ્લાસ્ટિકના ચપટા (ક્વાર્ટર) મળી કુલ ૬૦ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.૮,૧૪૦નો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.
બગસરામાંથી એક યુવક કેફી પીણું પીને જાહેરમાં બિભત્સ બકવાસ કરતો પકડાયો હતો. આ સિવાય ચાર ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































