આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા માટે કમર કસવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાયેલા ‘સેવાદૂત અભિયાન’ અંતર્ગત ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ અભિયાનની રૂપરેખા અને કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાઈ અને પશ્ચિમ ઝોન અને ભાવનગર ઝોનની બેઠક સુરતમાં યોજાશે. પૂર્વ ધારાસભ્યો. પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારો આ અભિયાનમાં જાડાશે.
ગુજરાતમાં આ ‘સેવાદૂત અભિયાન’ ૧ ડિસેમ્બરથી ૨૫ ડિસેમ્બર એમ કુલ ૨૫ દિવસ સુધી ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વિધાનસભા વિસ્તારમાં રહી કાર્યકરો લોકો સુધી તેમના પ્રશ્નો સાંભળશે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે પ્રયાસ કરાશે. સરકારી યોજનાના લાભાર્થીઓના અનુભવો અને સફળતાની કહાણીઓનું પણ સંકલન થશે. લોકોની સમસ્યાઓ અને તેના ઉકેલ માટે પણ અભિયાનમાં કામગીરી કરાશે. સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સંગઠનને વધુ મજબૂત બનાવાશે. આ સિવાય જનભાગીદારી વધારવા અને નકારાત્મક પ્રશ્નોનું સમાધાન લાવવા ભાજપ આ અભિયાનમાં પ્રયાસ કરશે.
‘સેવાદૂત’ અભિયાન હેઠળ રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર પાર્ટીના ૨-૨ સિનિયર નેતાઓને ‘સેવાદૂત’ તરીકે મોકલવામાં આવશે. આ જવાબદારી પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારોને સોંપવામાં આવી છે. દરેક વિધાનસભા વિસ્તારમાં આ અલ્પકાલીન વિસ્તારકો સાથે સ્થાનિક કાર્યકરો પણ જાડાશે, જેથી લોકો સાથે સીધો સંવાદ સાધી શકાય.
સેવાદૂત અભિયાન દરમિયાન કાર્યકરો અને નેતાઓ વિધાનસભા વિસ્તારમાં રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરશે. આ ઉપરાંત, સરકારી યોજનાના લાભાર્થીઓના અનુભવો અને તેમની સફળતાની કહાણીઓનું સંકલન કરવામાં આવશે. જનભાગીદારી વધારવાની સાથે સાથે સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવી, નકારાત્મક પ્રશ્નોનું સમાધાન લાવવું અને સામાજિક-આર્થિક પરિÂસ્થતિનું મૂલ્યાંકન કરીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.
આ સમગ્ર સેવાદૂત અભિયાન દરમિયાન દરેક વિધાનસભા બેઠક પર થતી રોજેરોજની કામગીરીનો રિપોર્ટ સીધો પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવશે. અંતે, આ સેવાદૂતો દ્વારા જે-તે વિધાનસભા વિસ્તારની વર્તમાન રાજકીય Âસ્થતિ અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે, જે આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અભિયાનના સફળ અમલીકરણ માટે રાજ્યમાં ઝોન મુજબ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાઈ ચૂકી છે, જ્યારે પશ્ચિમ ઝોન અને ભાવનગર ઝોનની બેઠક સુરતમાં યોજવામાં આવશે.