ધારી-અમરેલી હાઈવે પર છતડિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવાર માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે હાઈવે પર વાહનોની અવરજવર થોડા સમય માટે પ્રભાવિત થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તેમજ અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









































