અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે રહેતા ૨૩ વર્ષીય હાર્દિકભાઇ રમેશભાઇ
મકવાણા પોતાના મામા દિનેશભાઇ સાથે કુબડા ગામે જઇ રહ્યા હતા. ત્યારે અર્જુન રીસોર્ટ પાસે આવેલ હનુમાનજીના મંદિર નજીક પૂર્વ મૈત્રીકરારની બાબતનું મનદુખ રાખી બે શખ્સોએ પાછળથી આવી ગાળો આપી હતી.આરોપી હાર્દિકભાઇ અને જતીન રમેશભાઇ પરમારે સાથે મળી હુમલો
કર્યો હતો. જેમાં એક આરોપીએ હાથમાં પહેરેલ કડા વડે હાર્દિકભાઇના માથામાં આગળ તથા પાછળના ભાગે ઘા મારી દીધા હતા. આ હુમલામાં યુવકને માથાના ભાગે છ ટાંકા આવ્યા હતા અને શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી. સાહેદ સાથે પણ જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.