વિરાટ કોહલી હાલમાં મોટાભાગનો સમય લંડનમાં વિતાવે છે. જ્યારે પણ તે ભારતની મુલાકાત લે છે, ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. જા કે, તે ટૂંક સમયમાં ભારત પાછો ફરશે અને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી શ્રેણીમાં ટીમ ઇન્ડિયા માટે રમશે. દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એક કાર્યક્રમ માટે લંડનમાં હતા, જ્યાં બંને મળ્યા. શિંદેએ કોહલીને શાલ આપીને સન્માનિત કર્યા, અને તેઓએ અનેક વિષયો પર ચર્ચા કરી.
આ વિશે વાત કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે તેઓ એક કાર્યક્રમ માટે લંડન ગયા હતા. વિરાટ કોહલી પણ લંડનમાં રહે છે. કોહલીને તેમની મુલાકાતની જાણ થતાં જ તેઓ તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું કે આ એક સદ્ભાવના મુલાકાત હતી. કોહલીની પ્રશંસા કરતા શિંદેએ કહ્યું કે તે એક મહાન ક્રિકેટર છે અને છતાં તે ખૂબ જ સામાન્ય છે. તેમણે કહ્યું કે તેઓ પહેલા પણ કોહલીને મળ્યા છે, પરંતુ આ વખતે વાતચીત સીધી હતી. શિંદેએ કહ્યું કે બંનેએ મહારાષ્ટ્રમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરી અને કોહલીને માળખાગત સુવિધાઓ વિશે પણ માહિતી આપી.
નોંધનીય છે કે એકનાથ શિંદે ગુરુવારે લંડન પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર મંડળ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમને ગ્લોબલ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન શિંદેએ કહ્યું કે આગામી દિવસોમાં લંડનમાં આંતરરાષ્ટ્રીય મરાઠી સાહિત્ય મહોત્સવનું આયોજન થવું જાઈએ. અગાઉ, શિંદે ભારતીય બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપવા માટે લંડનમાં ડા. બાબાસાહેબ આંબેડકરના ઘરે ગયા હતા.
વિરાટ કોહલીની વાત કરીએ તો, તેમણે ટેસ્ટ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે ફક્ત વનડે રમે છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ સપ્ટેમ્બરના અંતમાં ભારત આવી રહી છે, જ્યાં ત્રણ વનડે રમાશે. જાકે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે. તેથી, કોહલી ટૂંક સમયમાં ભારત પહોંચશે. શ્રેણીની પહેલી મેચ ૨૭ સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. કોહલી તે દિવસે ક્રિકેટના મેદાન પર જાવા મળશે.













































